બાળપણમાં પાછા વળાય તો કિટ્ટા બુચા રમિયેં;
આંબલીને પીલુ ખાવા વગડામાં જઇ ભમિયે
માળિયાથી મોઇ ડાંડિયો ગોતી કરી ઉતારી;
શેરી વટાવી ચોકમાં જઇને ભેરૂ સાથે રમિયે
કોડી સામે દાણિયાની અદલા બદલી કરીએ
આંટી દેવા કુંડાળાની લખોટીઓથી રમીયે
ઘેઘર વડની વડવાઇઓમાં લટકીને ઝુલીને
કાંતો ચોર પોલીસ કાંતો પકડા પકડી રમિયે
નિશાળમાંથી કલાસ વચ્ચે ગુટલીઓ મારીને;
નિત નવા બાકસની છાંપો શોધવા ભટકિયે
તળાવમાં તાજા આવેલા પાણીમાં ન્હાવાને;
ચડ્ડી ભેર ઘેરમાંથી દોડી તરવા કાજે પડિયે
કેટલાક કામો છાના છપના રાખીને કરવાના
પ્રભુકાકા ને ખબર પડે નહીં સંતાતા સૌ ફરીયે
૧૯-૦૨-૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply