આભ સામે તાકતા

vichar 2

સાગર તણી ભરતી સમા આ સ્પંદનો કાં જાગતા?;

આ સ્પંદનો ભેગા મળી શાને જવાબો માંગતા?

વણઝાર છે પ્રશ્નો તણી ને જો જવાબો ના જડે;

પ્રશ્નો બધા વિલાયલા યા તો નકામા લાગતા.

શાને નકામા પ્રશ્નને બહેલાવવા મથવું પડે?;

વિલાયલા પ્રશ્નો તણા ના કો’ જવાબો લાધતા.

કો’ ફૂલ સમ નાજુક છે જે હાથ લાગે ને હસે;

કાંટા સમાણા કોઇ છે જે હાથ લાગે વાગતા

ગુમરાય છે મનમાં સતત જાણે વમળ જળમાં ફરેઃ

ચાલો ‘ધુફારી’ છોડ પણ બણ આભ સામે તાકતા

૧૮-૧૧-૨૦૧૪

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: