છે હ્રદય મારું પ્રણયથી તરબતર,
કેફની એને અસર છે માતબર;
આંખના દિવા તણા ઉજાસમાં;
યાદના પાના ગણ્યા મેં રાતભર
કેટલા પાના હતા તો જર્જરિત
ફેરવ્યા એને બહુ સંભાળ સર
વાંચતા મીઠી મળી એના મહીં;
યાદ કડવી એ મહીંથી બાદ કર
જો અગર છુટી જતી દેખાય કો’
પ્રેમથી સીટી વગાડી સાદ કર
બાથમાં લઇ તું જરા બેસાડજે
શબ્દ મીઠાથી જરા સંવાદ કર
આ ‘ધુફારી’ તો ફરીથી વાંચવા
કોઇ મોટોગ્રંથ તું તૈયાર કર
૨૫-૦૧-૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply