છે હ્રદય મારું પ્રણયથી તરબતર,
કેફની એને અસર છે માત બર;
તું ‘ધુફારી’ને મળે કે ના મળે,
સ્વપ્નમાં જોઇ તને મેં રાત ભર
૨૩-૧૨-૨૦૧૪
બાગમાં વાવેલ ફૂલો રોજ મહેકી જાય છે
તરબતર આ દિલ પછી તો ખુબ બહેકી જાય છે
આ ‘ધુફારી’ આમ્રડાળે રોજ એ નિહાળતો
એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે
૧૧-૧૨-૨૦૧૪
સુંદર ચહેરાઓ સાથે શબાબ હોય છે,
એ ચહેરાઓનો અજબ રૂબાબ હોય છે;
કોઇની ક્યાંક લાગી જાય બુરી નજર
ચહેરાઓ આગળ નકાબ હોય છે
૩૦-૦૬-૨૦૧૪
વાત કરતા રાત નીકળી જાય છે,
કોઇ રસપદ વાત ઝકળી જાય છે;
બાંધવા ચાહો ‘ધુફારી’ બંધાય ના,
ને હવામાં સમય પીગળી જાય છે.
૧૬-૦૭-૨૦૧૪
Filed under: Poem |
Leave a Reply