(ગતાંકથી ચાલુ) તે દિવસે પુનમની રાત હતી.પુનમના આછા અજવાળામાં અચાનક પાગલાએ જોયું કે,કોઇ પતાસા તરફ જઇ રહ્યું છે.પાગલા છલાંગ મારીને સૂકા તળાવમાં ઉતર્યો અને બીલ્લીપગે એનો પીછો કર્યો.એ એક ઔરત હતી અને કુવાની પડથાર ચડી કુદવા જાય એ પહેલાં પાગલાએ એનો હાથ પક્ડી લીધો.ઔરતે કોણે હાથ પક્ડ્યો એ જોવા મ્હોં ફેરવ્યું એટલે પાગલો ઓળખી ગયો એટલે પુછ્યું સવિતા તું…? સવિતાએ હાથ છોડાવવાની કોશીશ કરી પણ પાગલા એને નીચે ખેંચી લઇને પુછેલું આમ કૂવો પૂરવાનું કંઇ કારણ….? સવિતાએ કહેલું પાગલા મને મરવા દે મને જીવવાનો કોઇ હક્ક નથી.પાગલાએ કહેલું મારી હાજરીમાં તો હું કોઇને મરવા નહી દઉ.સવિતા એક અનાથ ઔરત હતી.પોતાના મામા સાથે રહેતી હતી.એક યુવાન સાથે ઓળખાણ થઇ અને યુવાન સરિતા એના પ્રેમમાં ફસાઇ ગઇ અને અંગ અભડાવ્યું.જે યુવાન સાથે ઓળખાણ થઇ એ મુંબઇ ગયો અને નોકરી પાકી થયેથી લગ્ન કરી લેવાની હૈયા ધારણ આપેલી પણ બદનશીબ ઇન્સાન એક એક્સીડન્ટમાં મરી ગયો. યુવાનના માવિત્રો સવિતાની વાત માનવા કે એને અપનાવવા તૈયાર ન્હોતા.સવિતાના પેટમાં પેલા યુવાનનું બાળક હતું.મામા મામીએ પડાવી નાખવાની વાત કરી પણ જીવહત્યા કરતા એનું જીવ ન્હોતો ચાલતો.વાત ગામમાં ફેલાઇ ગઇ.હવે ઘર બહાર નીકળવાનું મુશ્કેલ થઇ ગયું.પાગલાની હોટલમાં પણ આ વાત ઘણી વખત થયેલી એ સવિતા પાગલાના સામે બેઠી હતી.
પાગલાનું મગજ ચક્કર ભમ્મર થતું હતું.સમાજ અને સગાથી હડધુત થયેલી આ સવિતાને મરવા દેવી એ શક્ય ન્હોતું અને તેના મામાના ઘેર મુકવા જાય એ સવિતાની હઠ્ઠથી શક્ય ન્હોતુ શું કરવું એવા વિચારમાં અટવાયેલા પગલાને સવિતાએ કહેલું વાત ગામમાં ફેલાઇ ગઇ છે.મને જીવતર ઝેર જેવું લાગે છે.મારાથી આ બધું સહન નથી થતું.મારા મામા મને રાખશે નહી અને મારે ગામના મહેણાં સાંભળતા ગામમાં ભટક્વું નથી એટલે પાગલા તારા પગે પડું છું મને શાંતિથી મરવા દે.પાગલો હજી વિચારના ચક્કરમાં જ હ્તો.ત્યારે સવિતાએ કહેલું મને જીવવાનો કોઇ અભરખો નથી.હું સંજોગોનો શિકાર છું એટલે મને આ સિવાય કોઇ રસ્તો સુજતો નથી.આપણા સમાજમાં કોઇ મને સ્વિકારશે નહી તું જ કહે મારે મરવા સિવાય બીજો કોઇ મારગ છે…?
હવે પાગલો ચમક્યો અને સવિતાનો હાથ પકડી કહ્યું સમાજમાં કોઇ નહી સ્વિકારે એવું નથી હું તને સ્વિકારૂં છું.આજથી આ ઘડીથી અને સવિતા ઓ પાગલા કહી પાગલાના ખોળામાં માથું રાખી ખુબ રડી.પાગલો એને શાંત પાડી પોતાના ઘેર લઇ આવ્યો. બીજા દિવસની સવારે પાગલો અને સવિતા આર્યસમાજ વિધિથી પરણી ગયા.પાગલાની હિમ્મત ને ખુબ દાદ મળી ઘણાંએ ટીકાએ કરી કે હાથે કરીને બલા ગળે લગાડી.પાગલાના ઘેર તે રાતે અમારા સૌ ભેરૂ તરફથી મિજબાની થઇ.બહાર નિકળતા બધા ભેરૂએ કહ્યું આખર તો નાદિયાને હા પરદુઃખભંજક માવલો બોલ્યો.પાગલાને ત્યાં દિકરો થયો એનું નામ રાખ્યું મંગલ.’
પાગલાની વાત પુરી થઇ એટલે અમે હોટલ બહાર આવ્યા.અને પાગલાની હોટલપર આવ્યા ત્યારે એક છોકરો થડા પર બેઠો હતો તેને ઉમરે પુછેલું
‘એલા મંગલા તારો અદા ક્યાં છે?’
‘તબિયત બરોબર નથી એટલે ઘેર સુતા છે.’
પાગલાનું ઘર બતાવીને ઉમર જતો રહેલો.અનુપમ પાગલાના ઘેરમાં દાખલ થયો ત્યારે સવિતા ઘઉં સાફ કરતી હતી અને જમીન પર પાથરેલી પથારીમાં પાગલો સુતો હતો.અનુપમને સવિતાએ આવકર્યો ત્યારે પાગલાએ પડખું ફેરવી ઉપર જોયું
“અરે સાહેબ તમે…..? કહી એ બેઠો થઇ ગયો.
”સવિતા આ સાહેબ……..”એ કશું બોલે તે પહેલાં અનુપમે કહ્યું
“જેનો એણે જીવ બચાવેલો એ હું અનુપમ”
સવિતાએ અનુપમને પાણી પાયું ત્યાં સુધી તેની નજર પાગલા ઘરમાં ફરી વળી.સાવ સીધુ સાદુ અને સ્વચ્છ ઘર હતું.સવિતાના આડવા હાથમાં કાંચની બંગડીઓ હતી અને ગળામાં મંગળસુત્રના નામે કાળાદોરા વચ્ચે એક ચાંદીનો ચગદો હતો.સવિતાએ પુછ્યું
“શું બનાવું ચ્હા કે કોફી…?
“કોફી પણ…. માત્ર કોફીથી નહી પતે સાંજના જમવા પણ આવીશ જમાડશોને….?અનુપમે પુછ્યું
“.અમે તો સાંજે ખીચડી જ ખાઇએ છીએ તમારે માટે શું બનાવીએ”
“ખીચડી….. જ”
“તમે ખીચડી ખાશો….?” સવિતાએ કોફી આપતા પુછ્યું
“કેમ નહી…?”
પાગલાને ઘેરથી નીકળી અનુપમ કિશોરભાઇને ઘેર આવ્યો ત્યારે કસ્તુર કાકી ટીવી જોતા હતાં.
“આવી ગયો દીકરા? રાત્રે તારે શું ખાવું છે તે બનાવું”
“મારા માટે કંઈ નહીં બનાવતાં..હું આજે બહાર જમવા જવાનો છું…અરે… હાં કાકી તમે જરા જલ્દી તૈયાર થઇ જાવ આપણે જરા બજારમાં જવું છે”
“બજારમાં…..? શું લેવું છે તારે…?” ઊભા થઇ બેડરૂમ જતાં તેમણે પુછ્યું
“એ હું તમને રસ્તામાં કહીશને…..? તમે તૈયાર થઇ જાવ બસ”કહી અનુપમ સોફા પર બેસી ચેનલ ફેરવવા લાગ્યો.પાંચેક મીનિટ પછી કાકી બહાર આવ્યા ખીંટી ઉપર લટક્તી ચાવી લઇ કહ્યું
“ચાલ..”
બંને આંબાબજારમાં આવ્યા ત્યાં સુધી અનુપમે સવિતા માટે એક સેટ ખરીદીની વાત કરી. કાકીના એક ઓળખિતા સોનીની દુકાનમાં આવ્યા ત્યારે કાઉન્ટર બેઠેલી વ્યક્તિ ઊભી થઇ ગઇ.
“આવો આવો કસ્તુરબેન જયશ્રી કૃષ્ણ”
“જયશ્રી કૃષ્ણ ભાઇ”
“બોલો શું બતાવુ….?”
“ભાઇ બે ત્રણ સારા સેટ બતાવો અને મંગળસુત્ર પણ”
“હા જરૂર જરૂર તમે બેસો તો ખરા”
બંને કાઉન્ટર પાસેની ખુરશી પર બેઠા તેણે આમ તેમ જોઇને બે ત્રણ જગાએથી સેટ કાઢ્યા અને એક બે ટ્રે કાઢી જેમાં મંગળસુત્ર હતા.બધુ કાઉન્ટર મુકી કહ્યું
“લ્યો કરો પસંદ…”
કસ્તુર કાકીએ સેટ જોતા જાય અને અનુપમ તરફ સરકાવતા જાય પછી પુછ્યું
“બોલ ક્યો પસંદ છે…?”
“મને કંઇ આ બાબતમાં સમજણ ન પડે એટલે તો તમને સાથે લાવ્યો છું કાકી”
“હા..હા…પણ તને કોઇ ડીઝાઇન પસંદ આવી હશે ને…?”
“આ કેવું છે…?”એક સેટ ઉપાડીને અનુપમે પુછ્યું
“હા એ બધામાં સરસ છે…”
“તો મુકો એક બાજુ..હવે મંગળસુત્ર”
કસ્તુર કાકીને જે પસંદ હતુ એજ સેટ અનુપમે પસંદ કરેલો એટલે એ તો નક્કી થઇ ગયું કે તેઓ જે મંગળસુત્ર પસંદ કરશે એ તેને ગમશે એટલે એક સારૂં મંગળસુત્ર પસંદ કર્યું.
“આ કેવું છે દીકરા..”અનુપમના હાથમાં એક મંગળસુત્ર આપ્યું જે પહેલી નજરમાં તેને પસંદ પડેલું
“ચાલો આ બંને પેક કરો ભાઇ”કસ્તુરબેને મંગળસુત્ર આપતા કહ્યું
બંનેનું વજન ચેક થઇ ગયું અને સરસ થેલીમાં મુકી ને આપ્યા એટલે અનુપમે પુછ્યું
“કેટલા થયા..?”
“બધા ૪૦૫૮૦ થાય છે…”
“વીસા કાર્ડ ચાલશે…?”અનુપમે પર્સમાંથી કાર્ડ કાઢી આપતા કહ્યું
“ભાઇ એ અહીં નહીં ચાલે રોકડા કે……”
“તમે એમ કરો માણસને બીલ લઇને ઓફિસે મોકલાવો તેઓ કેશ આપી દેશે”દુકાનદાર કંઇ કહે તે પહેલાં કાકીએ કહ્યું
“જી જરૂર”
બંને દુકાનેથી ઘેર આવ્યા ત્યાં સુધી રાત ઢળવા લાગી હતી.કાકીને ઘેર મુકી અનુપમ પાગલાના ઘેર ગયો. (ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply