પાગલો નાદિયા (૫)

nadia

            (ગતાંકથી ચાલુ) તે દિવસે પુનમની રાત હતી.પુનમના આછા અજવાળામાં અચાનક પાગલાએ જોયું કે,કોઇ પતાસા તરફ જઇ રહ્યું છે.પાગલા છલાંગ મારીને સૂકા તળાવમાં ઉતર્યો અને બીલ્લીપગે એનો પીછો કર્યો.એ એક ઔરત હતી અને કુવાની પડથાર ચડી કુદવા જાય એ પહેલાં પાગલાએ એનો હાથ પક્ડી લીધો.ઔરતે કોણે હાથ પક્ડ્યો એ જોવા મ્હોં ફેરવ્યું એટલે પાગલો ઓળખી ગયો એટલે પુછ્યું સવિતા તું…? સવિતાએ હાથ છોડાવવાની કોશીશ કરી પણ પાગલા એને નીચે ખેંચી લઇને  પુછેલું આમ કૂવો પૂરવાનું કંઇ કારણ….? સવિતાએ કહેલું પાગલા મને મરવા દે મને જીવવાનો કોઇ હક્ક નથી.પાગલાએ કહેલું મારી હાજરીમાં તો હું કોઇને મરવા નહી દઉ.સવિતા એક અનાથ ઔરત હતી.પોતાના મામા સાથે રહેતી હતી.એક યુવાન સાથે ઓળખાણ થઇ અને યુવાન સરિતા એના પ્રેમમાં ફસાઇ ગઇ અને અંગ અભડાવ્યું.જે યુવાન સાથે ઓળખાણ થઇ એ મુંબઇ ગયો અને નોકરી પાકી થયેથી લગ્ન કરી લેવાની હૈયા ધારણ આપેલી પણ  બદનશીબ ઇન્સાન એક એક્સીડન્ટમાં મરી ગયો. યુવાનના માવિત્રો સવિતાની વાત માનવા કે એને અપનાવવા તૈયાર ન્હોતા.સવિતાના પેટમાં પેલા યુવાનનું બાળક હતું.મામા મામીએ પડાવી નાખવાની વાત કરી પણ જીવહત્યા કરતા એનું જીવ ન્હોતો ચાલતો.વાત ગામમાં ફેલાઇ ગઇ.હવે ઘર બહાર નીકળવાનું મુશ્કેલ થઇ ગયું.પાગલાની હોટલમાં પણ આ વાત ઘણી વખત થયેલી એ સવિતા પાગલાના સામે બેઠી હતી. 

Continue reading