સમજી મને પતંગ તું ચગાવ જિંદગી;
સમયના પવનમાં તું લહેરાવ જિંદગી
પહાડના કે ખાઇના કો’ ઘેઘૂર ઝાડમાં;
વચ્ચે જ કાપી દોર તું ફસાવ જિંદગી
ધગધગેલી ને તપેલી રેતના ટીંબા પરે;
યા કોઇ ખાબોચિયે તું પથરાવ જિંદગી
બાળપણની છબી દેખાડ તું લલચામણી
પામવા ને એની મજા તું દોડાવ જિંદગી
દુઃખો વિસારીને સદા હસતો રહ્યો છું છતાં
‘ધુફારી’ને અગર ચાહે તો તું રડાવ જિંદગી
૨૦-૦૧-૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply