પાગલો નાદિયા (૩)

nadia

(ગતાંકથી ચાલુ)

“ભાઇ તમે મને બોલાવ્યો…..?”ગંગારામે પુછ્યું

“હા…કાલે મારે કચ્છ જવાનું છે તો બેગ પેક કરી આપ કેટલા દિવસ રોકાવું પડશે ખબર નથી એટલે પુરતો સમાન પેક કરજે અને બ્રિફકેસ યાદ રાખીને સાથે મુકજે”

“જી ભાઇ”                     

     બીજા દિવસે નિયત સમયે અનુપમને રાજારામ એરપોર્ટપર મુકી ગયો.વિમાન સમયસર ઉપડ્યું અને ઉતર્યુ.એરપોર્ટ પર સાલે મહમ્મદ હાજર જ હતો.અનુપમ પાસેથી બેગ સંભાળી ને ડીકીમાં મુકી અને પાછલી સીટનું બારણું ખોલ્યું જે અનુપમે બંધ કરી ને કહ્યું

“હું ગાડી ચલાવીને માંડવી જાઉ છું તું તારી રીતે આવી જજે”

“જી ભાઇ”કહી તેણે ચાવી અનુપમને આપી બસસ્ટેશનપર જવા રીક્ષા પકડી.

         ગાડી સ્ટાર્ટ કરીને અનુપમે માંડવીની વાટ પકડી.ગાડી જ્યારે મેઇન રોડપર આવી ત્યારે તેણે કોટના ગજવા માંથી ઇયરપ્લગ્સ કાઢી કાનમાં ભેરવ્યા અને મોબાઇલમાંથી સંગીત વહેતું થયું. આજુ બાજુ દોડતા ઝાડ અને પસાર થતા વાહનો જોતો તે ચાલ્યો જતો હતો.કોડયપુલ પસાર કર્યા બાદ એકાએક ધસમસતા એક ટ્રક સાથે તેની ગાડી અથડાઇ અને જ્યારે આંખ ખુલી ત્યારે તે હોસ્પિટલમાં હતો.

    માથામાં પાટો બાંધેલો હતો અને ઉઝરડાઓ પર ડ્રેસીન્ગ કરેલું હતું. બાજુના સ્ટેન્ડમાં લોહીની ખાલી બોટલ લટકતી હતી અને નીડલ તેના હાથની નસમાં જ હતી.તેની પથારીની બાજુમાં એક ભાઇ તેના જાગવાની રાહ જોતાં જમીનપર બેઠા હતાં.બાજુમાં મુકેલી ખુરશીમાં કિશોરભાઇ અને કસ્તુરી કાકી બેઠા હતાં.

“લાગે છે સાહેબને ભાન આવે છે…”બાજુમાં બેઠેલા ભાઇ બોલ્યા અને ડોકટરને બોલાવવા ગયા.

“અનુ દીકરા હવે કેમ લાગે છે?”અનુપમના ગાલે હાથ ફેરવતા કાકી બોલ્યા.

“સારૂં…છે”કહેતાં અનુપમની આંખો ઉભરાઇ

“રડ નહી દીકરા….સમયસર પ્રાગજી તને મળી ગયો ને તારી જાન બચી ગઇ…”કહી બારણાંમાં ડોકટર સાથે આવેલા ભાઇ તરફ કિશોરભાઇએ હાથ લંબાવ્યો.

“હલ્લો યંગમેન….”કહી ડોકટરે અનુપમની નાડી તપાસી,સ્ટેથોસ્કોપથી તેના ધબકારા જોયા “કિશોરભાઇ હી ઇઝ ઓ.કે.રીકવરી સારી છે.માથાના એક્સ-રેમાં કંઇ નથી ખાલી લોહી ગણું વહી ગયું છે.પ્રગાજીભાઇના બ્લડ ડોનેશનથી બચી ગયા”કહી પ્રગાજીનો ખભો થાબડતા ડોકટર ચાલ્યા ગયા.ઉમરનું સ્ટેટમેન્ટ લઇ ચુકેલા અને બહાર અનુપમની ભાનમા આવવાની રાહ જોતાં ઇન્સપેક્ટર સાહેબે તેનુ સ્ટેટમેન્ટ લીધું.

    બે દિવસ પછી અનુપમને ડિસ્ચાર્જ કર્યો.સાંજે જરા ઠીક લાગ્યું ત્યાર તે કિશોરભાઇની ઓફિસમાં ગયો. કિશોરભાઇએ કેમ અને શું થયું હતું તેની વિગતવાર વાત કરી.,

 “તે દિવસે તેં સાલે મહમદ પાસેથી ગાડીની ચાવી લઇને રવાનો કર્યો.તેણે ઓફિસે આવીને મને પુછ્યું ભાઇ આવી ગયા…? મેં પુછ્યું લેવા તો તું ગયો હતો અને મને પુછે છે એટલે તેણે કહ્યું તેં તેના પાસેથી ગાડીની ચાવી લઇ લીધેલ.સાલે મહમદ આવ્યો ત્યાં સુધીમાં તારે આવી જવું જોઇતું હતું એટલે મેં તેને કહ્યું ગાડી કાઢ અને અમે ભુજ આવવા રવાના થયા.

             રૂકમાવતીના પુલ ઉપર તારી એકસીડેન્ટ થયેલ ગાડી ટૉ થતી જોઇ.મેં ટૉઇન્ગ ગાડી રોકીને ને પુછ્યું આ ગાડી ક્યાં લઇ જાવ છો? અને ગાડી ચલાવનાર ક્યાં છે?.ગાડીમાં બેઠેલો ઉમર ગાડીમાંથી ઉતરીને પેસેન્જર સીટમાં બેઠો અને સાલે મહમદને કહ્યું કે ગાડી જનરલ હોસ્પિટલ લઇ લે.હું રસ્તામાં વાત કરૂં છું.

       પછી ઉમરે કહ્યું કે,હું અભલાશેઠ્નો માણસ છું ધનજીશેઠનો માલ ભરી હું માંડવી આવતો હતો.કોડાયપુલ પાસે મારી ગાડીના બ્રેક ફેઇલ થઇ ગયા હોતા સાહેબની ગાડી સાથે મારી ગાડી અથડાઇ.રૂકમાવતીના પુલ પર બીજો કોઇ અકસ્માત ન થાય એટલે મેં ગાડી ડાબી બાજુ વાળી અને જાગનાથ મહાદેવમંદિરની દિવાલ સાથે અથડાઇને મારી ટ્રક ઊભી રહી ગઇ. 

                   ગાડીને ત્યાં જ મુકી હું રીક્ષા પકડીને કોડાયપુલ તરફ ગયો..દહિસારાથી પાછા વળતા પ્રાગજીએ સાહેબને જોયા એટલે એક છકડો રોકી ને છકડામાં નાખીને સાહેબને  લઇ જતાં મેં જોયા એટલે હું પણ તેની પાછળ જ ગયો.જનરલ હોસ્પિટલમાં સાહેબને દાખલ કરીને હું અભલાશેઠ પાસે ગયો અને અકસ્માતની વાત કરી મને કહે આપણી ગાડીથી અકસ્માત થયો છે એટલે ગાડી રીપેર કરાવવાની જવાબદારી આપણી છે.

               તરત જ તેમણે માણસને મારા સાથે મોકલાવ્યો અને અમે ગાડી ટૉ કરીને હારૂનના કારખાને જ લઇ જતાં હતાં ને તમે મળી ગયા.અમે હોસ્પિટલમાં આવ્યા બાદ ખબર પડી કે,ડૉકટર સાહેબે તરત લોહી ચડાવવાની વાત કરી તો પ્રાગજીએ પોતાનું લોહી ચેક કરાવ્યું બંનેનું ગ્રુપ એક નીકળ્યું એટલે પ્રાગજીએ પોતાનું એક બોટલ લોહી આપ્યું અને તું બચી ગયો..” એટલીવારમાં ઉમર અનુપમની ગાડી લઇ આવ્યો.

“લ્યો સાહેબ આ ચાવી.તમારી ગાડી ચકાચક તૈયાર કરાવીને લઇ આવ્યો છું.”

      અનુપમ ઓફિસ બહાર પાર્ક કરેલી ગાડી જોવા બહાર આવ્યો.એકાએક અનુપમને યાદ આવતાં તેણે ઉમરને પુછ્યું

“પ્રાગજીભાઇ ક્યાં મળશે ચાલો મળી આવીએ મારો જીવ બચાવ્યો છે”

“પ્રાગજીનું આખું નામ શું છે તમને ખબર નથી લાગતી”

“શું…?”

“પાગલો નાદિયા”

“નાદિયા…?”

“હા…”

“પણ આવું નામ કેમ રાખ્યું….?”

“એ બહુ લાંબી વાત છે”

“તો ચાલો પેલી હોટલમાં બેસી ચ્હા કોફી પીતા વાત કરીએ”

       અનુપમે પોતાના માટે કોફી અને ઉમર માટે ચ્હા મંગાવી અને ઉમરે પ્રાગજીનું નામ પાગલો નાદિયા કેમ પડ્યું તેની વિસ્તારથી વાત કરી જે આ મુજબ હતી. (ક્રમશ)                                        

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: