મુકતક (૧૪)

Pearls A

ખલક આખીમાં ફરતો ફરું છું

જીવન આ શું છે શોધ્યા કરું છું

‘ધુફારી’ને લાધ્યા છે છેડા જીવનના

હું જીવતરના બે છેડા સરખા કરું છું

૧૧-૧૨-૨૦૧૪

પકોડા બે ખાઇ લેવાનું ટાણું છે વર્ષા,

પ્યાલી બે ચ્હા પીવાનું ટાણું છે વર્ષા;

‘ધુફારી’ને બહુ પ્રીય લાગે છે મૌસમ,

ગમ્યું તે ગાઇ લેવાનું ટાણું છે વર્ષા.

૦૧-૦૭-૨૦૧૪

વાતમાં દેખાય ના મુદ્દો તે છતાં ચકચાર શા માટે?

જો નથી કો પ્રશ્ન ઉદ્‍ભવતો છતાં પડકાર શા માટે?

જો સદા સંગ્રામ લડવાને ‘ધુફારી’ દેહ આ પામ્યો

તો પછી આ દેહ શા માટે,હ્રદયના ધબકાર શા માટે?

૧૧-૧૨-૨૦૧૪

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: