“પાગલો નાદિયા”

nadia

          સવારના અનુપમ બાથરૂમમાંથી બહાર આવીને કપડાંના કબાટ તરફ વળ્યો ત્યાં તો નીચેથી અંજલીનો અવાજ સંભળાયો.

“અનુ કહુછું સાંભળે છે?”

“હા….બોલ”અનુપમે બેડરૂમની બારીમાંથી નીચે જોતા કહ્યું

“જરા જલ્દી નીચે આવને”અંજલીએ પોતાના હાથનો ફોન મુકતા કહ્યું

          અનુપમ જલ્દીથી તૈયાર થઇ નીચે આવ્યો ત્યારે અંજલી સેન્ડવિચ ટોસ્ટરમાં મુકી રહી હતી.ગેસ સ્ટવની બાજુમાં બે મગ કોફીના તૈયાર પડ્યા હતાં.

“હં બોલ શું કહેતી હતી”

“થોડીવાર પહેલાં જ સવિતાબેનનો માંડવીથી ફોન આવ્યો હતો”ભીની આંખે અંજલીએ કહ્યું

“શું થયું આમ એકાએક…બધા કુશળ તો છે ને….?’અનુપમે વ્યગ્રતાથી પુછ્યું

“ના…પ્રાગજીભાઇને હોસ્પિટલમાં દાખલ કર્યા છે”અંજલીએ ટોસ્ટરની સ્વીચ બંધ કરતાં કહ્યું

“શું થયું પાગલાને કેમ એકાએક….હોસ્પિટલ…માં…?અનુપમે અંજલીના ખભા પકડીને પુછ્યું

“પડોશના કોઇ ઘરમાં આગ લાગી હતી તેમાં સપડાયેલી કોઇ બાળકીને પાયજામા અને ગંજી ભેર જ બચાવવા જતાં સળગતી આડી તેમની પીઠપર પડી એ હટાવવા જતાં હાથે અને પીઠે સખત રીતે દાઝી ગયા છે એટલે માંડવીની હોસ્પિટલમાં દાખલ કર્યા છે.આટલું તો સવિતાબેન માંડ બોલી શક્યા”

“આખરે તો નાદિયાને…..હં…”અનુપમ મનોમન બબડ્યો

“તેં કશું કહ્યું અનુ…?”કોફી અને સેન્ડવીચની ટ્રે લાવતાં અંજલીએ પુછ્યું

“ના કંઇ નહી તો આપણે આજે જ કચ્છ જવા નીકળી જવું જોઇએ”

“મેં ઇન્ક્વાયરી કરી પણ કોઇ સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે ફ્લાઇટ ફુલ છે તેથી સીતારામને કચ્છએક્સપ્રેસની બે ટીકિટ લાવવા મોકલાવ્યો છે”

“તો હું જરા ઓફિસ જઇ આવું અને મનહરને કેટલાંક અગત્યના કામ સંભાળવાની સુચના આપી આવું જો કે દામોદરકાકા છે એટલે ખાસ વાંધો તો નહી આવે.”નાસ્તો પુરો કરી બ્રીફ કેશ સંભાળતાં અનુપમે કહ્યું

“લંચ ટાઇમ પહેલાં તો આવી જઇશને….?”ખાલી વાસણ ઉપાડતાં અંજલીએ પુછ્યું

” બસ બે કલાકમાં આવ્યો સમજ,ત્યાં સુધી તું સમાન પેક કરી લે અને કિશોરભાઇને માંડવી ફોન કરીને જણાવી દે કે,હોસ્પિટલમાં પાગલાની તપાસ કરે અને ડોક્ટરને મળીને બધી વિગત જાંણી લે અને ઘટતાં પગલાં લે”કહી અનુપમ બહાર નીકળી ગયો.

               બ્રિફકેશ પેસેન્જર સીટ પર મુકી અનુપમે ગાડી સ્ટાર્ટ કરી અને કોટના ગજવામાંથી મોબાઇલના ઇયરપ્લગ્સ કાનમાં ભેરવ્યા.ગાડી કંપાઉન્ડ બહાર આવી અને મેઇન રોડ પર આવતાં ગાડીની સ્પીડ વધારી.બારીના કાંચ નીચે ઉતાર્યા હોવાથી સવારનો શિતળ પવન આહલાદક લાગતો હતો.અનુપમની ઓફિસ પહેલા આવતાં ચાર રસ્તાના સિગ્નલ પર અનુપમની ગાડી એક લેડીની ગાડીને ટક્કર મારવામાંથી સહેજમાં રહી ગઇ.લેડીએ ગોગલ્સ પહેલી આંગળીથી જરા નીચે કરીને અનુપમ સામે પછી બંને ગાડી વચ્ચેના અંતર પર એક નજર નાખી મ્હોં મચકોડીને સિગ્નલ ગ્રીન થતાં ડાબી બાજુ વળી ગઇ.એને જોવામાં અનુપમનું ધ્યાન હતું ત્યાં પાછળથી હોર્ન સંભળાતા અનુપમે બારીમાંથી ઓકે એવી અદાથી હાથ હલાવી પોતાની ઓફિસ તરફ વળ્યો.ત્યારે તેને અંજલીનો અવાજનો ભ્રમ થયો, જાણે કહી રહી હોય અનુ પ્લીઝ ઇયરપ્લગ્સ કાઢી નાખ અને રોડ પર નજર રાખ.અનુપમે ઇયરપ્લગ્સ કાઢીને ગજવામાં મુક્યા અને ગાડી પાર્ક કરી ઓફિસમા આવ્યો.

“કાકા ફ્રી છો….?”અનુપમે સૌથી પહેલાં દામોદરકાકાની કેબીનમાં દાખલ થતાં પુછ્યું

“આવ અનુ”હાથમાંના ડોક્યુમેન્સ બાજુમાં મુકતા અને ચશ્મા ઉતારી બાજુમાં મુકતાં કહ્યુ

“કાકા હું આજે સાંજની ટ્રેઇનમાં કચ્છ જાઉ છું કેટલા દિવસ રોકાવાનું થશે ખબર નથી.સવારના સવિતાબેનનો ફોન આવ્યો પાગલાને હોસ્પિટલમાં દાખલ કર્યો છે”

“કેમ એકાએક….?”

“તેના પડોશમાં કોઇ મકાનમાં આગ લાગી હતી તેમાં સપડાયેલી નાની બાળકીને બચાવવા જતાં સળગતી આડી તેની પીઠ પર પડી એ હટાવવા જતાં પીઠ અને હાથ બંને દાઝી ગયા”

“હા ભાઇ તારી ત્યાં જરૂર છે અંજલી પણ સાથે જ છેને….?સવિતાને સધિયારો રહેશે”

“હા”

“હું જરા મનહરને થોડી સુચનાઓ આપી દઉ”કહી અનુપમ પોતાની કેબીનમાં આવ્યો.

        બ્રીફકેશ બાજુમાં મુક્યું ત્યાં સુધીમાં કરશન પાણીનો ગ્લાસ મુકી ગયો.

“સાહેબ કોફી લાવું ને…?” બારણા પાસે ઉભા રહી કરશને પુછ્યું

“હા…..અને હાં…મનહરને મોકલ”

“જી”

     અનુપમ પાગલા વિષે વિચારવા લાગ્યો.કોણ જાણે કેટલું દાઝ્યો હશે નહીતર કદાચ મુંબઇ

લાવવો પડશે.અનુપમ વધુ વિચારે ત્યાં માંડવીથી કિશોરભાઇનો ફોન આવ્યો.

“હલ્લો…કિશોરભાઇ શું સમાચાર પાગલાના…?”

‘……….”

“હા સવારના અંજલિને સવિતાબેનનો ફોન આવ્યો હતો…..”

‘………..”

“તો મુંબઇથી સેમીનાર માટે આવેલ એ સ્કીન સ્પેસ્યાલિસ્ટ શું કહે છે…?’

“…………”

“ભલે ત્યાં એ મે’ડિશીન ન મળે તો વાંધો નહીં,ડોકટર પાસેથી પ્રિસ્ક્રીપશન લખાવીને મને ફેક્સ કરો હું સાથે લઇ આવીશ”

“………..”

“હું કાલની ટ્રેઇનમાં કચ્છ આવુંછું તો સાલે મહમદને કહેજો ગાંધીધામ લેવા આવે.”

       રશને કોફીનો કપ મુક્યો ત્યાં સુધી મનહર પણ કેબિનમા આવ્યો.કોફીનો એક કપ જોઇ અનુપમે કહ્યુ”ભાઇ કરશન એક કપ મનહર માટે પણ લાવ”

“જી લાવું”

“હાં…તો મનહર આ ટ્રેમાંના બધા ડોક્યુમેન્ટસ તપાસી લેજે અને એને લગતી યોગ્ય કાર્યવાહી કરજે.હું આજે જ કચ્છ જાઉ છું કેટલો સમય જશે ખબર નથી ત્યાં સુધી કામ બરોબર સંભાળજે જ્યાં સમજણ ન પડે એ દામોદરકાકાને પુછી લેજે અથવા મને ફોન કરજે.”

“ભાઇ તમે એ બાબત ફીકર નહિ કરતાં હું ધ્યાન રાખીશ.”   

“હું હજુ દોઢ બે કલાક ઓફિસમાં છું ત્યાં સુધી તું આ ટ્રે લઇ જા અને એક નજર કરી લે”

     કરશન મનહર માટે કોફી મુકી ગયો.ત્યાં કોફી પીતા જ મનહર ડોક્યુમેન્ટ્સ જોવા લાગ્યો.

“કોફી પીતા ડોક્યુમેન્ટસ ન જોવાય મનહર અજાણતાં એના પર કોફીનો કપ હોઠે લાગતાં પહેલા છલકાઇને ઢોળાઇ પણ જાય તો ડોક્યુમેન્ટસ ખરાબ થાય એટલે કોફી પહેલાં પી લે ભાઇ…”

“જી” મનહર જરા છોભાઇ ગયો અને કોફી પી ને જવા લાગ્યો એટલે અનુપમે કહ્યું

“માંડવીથી કિશોરભાઇનો ફેકસ આવશે એ દવાઓ ઓમકાર મેડીકલમાંથી લાવવા તુરત રાજારામને મોકલાવજે દવાઓ હું અહિ હોઉ તો મને આપજે નહિતર ઘેર મોકલાવી આપજે.”

“જી”કહી એ ટ્રે લઇ મનહર જતો રહ્યો.અમુક અગત્યના ફોન કોલમા સમય ક્યાં ગયો ખબર ન પડી. થોડીવારમાં રાજારામ મે’ડિશીનનું પેકેટ મુકી ગયો એ બ્રિફકેસમાં મુકી અનુપમ દામોદરભાઇની કેબિનમાં આવ્યો.

“કાકા હું ઘેર જાઉ છું,મનહરને કામ સમજાવી દીધું છે”

“સારૂં…હં તારે નીકળી જવું જોઇએ હજુ પેકિન્ગ પણ બાકી હશે”

“ના એની ફીકર નથી અંજલીએ તૈયારી કરી લીધી હશે”

“હં….”

     પાર્કિન્ગમાં આવી બ્રીફકેસ પેસેન્જર સીટપર મુકી અનુપમે ગાડી સ્ટાર્ટ કરી અને રોડ પર આવતાં અનાયસ અનુપમનો હાથ કોટના ખીસ્સામાં ગયો અને અનુપમે મોબાઇલના ઇયરપ્લગ્સ કાઢ્યા અને હજુ કાનમાં મુકવા જાય એ પહેલાં જ જાણે અંજલીના શબ્દો ગુંજ્યા અનુ પ્લીઝ ઇયર પ્લગ્સ કાઢી નાખ અને રોડ પર નઝર રાખ. આ ઇયર પ્લગ્સના લીધે  જ કચ્છમાં અનુપમની ગાડી રોડ અક્સ્માતમાં સપડાયેલ.(ક્રમશ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: