‘સુખ એટલે…?’

22

          સુખ આ સરળ લાગતા શબ્દનો અર્થ કહો કે,ભાવર્થ ઘણો જ ગહન છે.ભાવાર્થ એટલા માટે કે તમે સુખને ક્યા મનોભાવથી તપાસો છો જેવો કે,આંધળાઓએ જોયેલો હાથી.જેના હાથમાં સુઢ આવી તે હાથીને લાંબો કહે છે તો જેના હાથમાં દંતુશુળ આવ્યું તે હાથીને વજ્ર ઘણે છે જેના હાથમાં પગ આવ્યા એ હાથીને થાંભલા જેવો ઘણે છે જેણે પેટ પર હાથ ફેરવ્યો તે હાથીને પર્વત કહેછે તો જેના હાથમાં પુછડું આવ્યું તે દોરડું જેવું કહે છે.

       સુખનો આધાર માણસના મનોજગત પર છે.રસાયણ શાસ્ત્ર મુજબ સુખની કોઇ ચોક્કસ ફોર્મ્યુલા નથી કે,આ થીયરી પ્રમાણે હોય તે સુખ.કોઇને સારા કપડા પહેરવામાં સુખ મળતું હોય,કોઇને આલિશાન બંગલામાં સુખ મળતું હોય,કોઇને સારી અને મનગમતી બાઇક કે કારમાં સુખ મળતું હોય,કોઇને સુશીલ ગૃહિણી મેળવીને સુખ મળતું હોય,કોઇને સંતાન સુખથી સુખ મળતું હોય,કોઇને સારું સારું ખાવામાં સુખ મળતું હોય તો કોઇને બે ઘુંટડા પીવા મળે…..આમ આ યાદી ખુબ લાબી સમજોને કે,અનંત છે.ખુબીની વાત એ છે કે,એકને લાગતું સુખ બીજા માટે દુઃખ પણ હોઇ શકે.

       અમે એક મૌનીબાબાને મળવા ગયા ત્યારે મારા મનમાં ઘોળાતો પ્રશ્ન પુછ્યો સુખ એટલે…? તેમણે હાથના ઇશારાથી દર્પણ દર્શાવ્યું એટલે મેં કહ્યું હું સમજ્યો નહીં બાજુમાં પડેલી સ્લેટ ઉપર તેમણે લખ્યું સ+ઉ+ખ મને આપ્યું અને હાથના ઇશારાથી સમજાવ્યું કે,ઉંધે થી વાંચ તો થયું ખ+ઉ+સ મતલબ જે ખુશ હોય તે સુખી હોય.આ એક સરળ થીયરી છે કે,માણસ ખુશ હોય તેના પાસે સુખ હોય.

        અમારા ગામમાં એક જણ સરસ ફાફડા બનાવે છે અહીં દિલ્હીમાં તમને જલેબી મળે પણ ફાફડા ન મળે મેં કહ્યું તું દિલ્હી ચાલ તારો ધંધો ત્યાં સારો ચાલશે તો તેણે હસીને કહ્યું અહીં બાંધેલા સમયમાં હું ફાફડા બનાવું છું પછી હું મારી રીતે જીવું છું મિત્રોને મળુ છું ફેમિલી સાથે સમય વિતાવું છું ત્યાં મારું કોણ અને અહીં જેવી મજા મને દિલ્હીમાં ક્યાંથી મળે?આ હતી તેના સુખની વ્યાખ્યા.

         એક પાર્કમાં સાંજે સિનિયર સિટીઝન્સ ભેગા થઇને હાસ્ય કલ્બ ચલાવતા હતા.બધા સાથે મળીને બેસે ટૂચકાઓ સંભળાવે ગીતો ગાય અને મોટેથી ખડખડાટ હસે.હું પાર્કના દરવાજા પાસે ઊભો મારા મિત્ર સાથે વાતો કરતો હતો ત્યારે એક સિનીયર સિટીઝન બીજા ને કહેતા હતા આ અહીંથી ગયા બાદ રાત્રે સરસ ઊંઘ આવે છે અને મન ફ્રેશ થઇ જાય છે.આ હતી એ સિનીયર સિટીજનના સુખની વ્યાખ્યા.

        છેલ્લે આપણા કોઇ આદ્યકવિએ લખ્યું છે કે,

‘સુખે સુવે સંસારમાં એક જ નર કુંભાર ચિંતા બાંધી ચાકડે ધન તેનો અવતાર’

         ભાગોડેથી માટી લઇ આવે કોઇ પણ જાતના રોકાણ વગર અને માટલા ઘડી વેંચે ને રોટલા ખાય કશું ચોરાઇ જવાની બીક તો હોય નહીં એક ચિંતા એના ગધેડાની હોય એ ચાકડા સાથે બાંધી દે જેથી ભાગી ન જાય આ એ કુંભારના સુખની વ્યાખ્યા.

       જો ચારે તરફ નજર ફેરવશો તો આવા ઘણા દાખલા જોવા મળશે ફકત આપણને જોવાની ફુરસદ અને સમય હોય તો….

૦૫-૦૩-૨૦૧૫

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: