સંતુડી     

santudi

           આપણી આજુબાજુ ઘણી વખત એવી ઘટનાઓ થતી હોય છે કે જે ઘડીભર આપણને વિચારતા કરી મુકે છે એવી જ એક સત્ય ઘટનાની વાત આજે તમને કહેવી છે.આ ઘટનાના વાર્તા તત્વને જાળવી સ્થળ  અને પાત્રોના નામ બદલ્યા છે.

                 ચાર વરસ પહેલા ગુજરી ગયેલ ગોવિંદજી ભાઇના કુટુંબમાં,પરણેલ દીકરો મનસુખ એની ઘરવાળી માલતી અને ત્ર દીકરી કાંતા,રમા અને શાંતા(સંતુડી) તેના સાથે મનસુખથી નાના બ ભાઇ મનહર ને મહેશ એક બે માળના ઘરમાં રહેતા હતા.તે કુટુંબમાં મારી અને મનહર સાથે ભાઇબંધી.હું જ્યારે મુંબઇથી કચ્છ આવું ત્યારે મનહરના ઘેર જરૂર જવું એવો નિયમ.

Continue reading