એ ખબર પડતી નથી કે આમ શાને થાય છે,
હું નથી એ જાણતો કે આમ શાને થાય છે;
શોધવા એના સઘડ હું ફર્યો આખી ધરા.
વાટ પર ચાલ્યો‘ધુફારી’વાટ બદલી જાય છે.
૨૧-૧૨-૨૦૧૩
સોણલા કેરા જગતમાં મોર તું થઇ જા,
કો સખીના કાળજાને કોર તું થઇ જા;
જો ‘ધુફારી’ વાત માને એટલુ કહેશે,
કોઇના નયનો મહીં ચિતચોર તું થઇ જા.
૦૫-૦૧-૨૦૧૪
–૦-
પડદો હટાવી ને જરા શું બહાર તું આવી ગઇ,
રૂપના ચમનમાં તો અનેરી બહાર આવી ગઇ;
જોયું “ધુફારી” કેટલા દિલની કતલ ત્યાં થઇ ગઇ,
બસ એ રહ્યો સાબુત ઇશની વહાર આવી ગઇ
૧૫-૧૨-૨૦૧૫
Filed under: Poem |
Leave a Reply