‘બાળા અને બુઢ્ઢા’  

dado

               આજે સેકન્ડ ઇનિન્ગ કલ્બની રજત જયંતિ મહોત્સવ હતો.રંગે ચંગે પુરા થયેલ કાર્યક્રમ પછી અલ્પાહારને ન્યાય આપી બે મિત્રો રમણભાઇ અને વિનોદભાઇ સામસામે બેસીને વાતો કરતા હતા.અચાનક વિનોદભાઇના મોબાઇલ ની ઘંટી વાગી

‘હાં બોલ સુરિયા….’

‘…………..’

‘સારૂં તું ફિકર નહીં કર હું મારી રીતે આવી જઇશ’

‘શું થયું વિનીયા…..?’

‘મારો દીકરો મને લેવા આવવાનો હતો એ જરા બીજા કામમાં અટવાઇ ગયો એટલે લેવા નહીં આવી શકે એટલા માટે કોલ કર્યો હતો’

‘વાંધો નહીં હમણાં જ મારો દીકરો મને લેવા આવશે તો તને ઘેર પહોંચાડી દઇશ’

        આ વાત ચાલતી હતી ત્યાં કમલે આવી ને કહ્યું

‘પપ્પા ચાલો ઘેર જઇએ’

‘હા ચાલ…પહેલા વિનોદઅંકલને તેના ઘેર મુકવા જવાનું છે’ કહી સૌ ગાડીમાં ગોઠવાયા અને વિનોદભાઇને ઘેર આવ્યા તો ગાડીમાં બેઠે બેઠે જ રમણભાઇએ કહ્યું

‘જયશ્રી કૃષ્ણ’

‘એમ બહારથી જ ન જવાય રમલા ઘરમાં આવ ચ્હા-પાણી પી ને જજે’

             સૌ ઘરમાં આવ્યા તો બારણા સામેના શો-કેશ ઉપર ઇલાનો ફોટોગ્રાફ જોઇ કમલ જરા ખચકાઇ ગયો જે રમણભાઇના ધ્યાન બહાર ન રહ્યું.ચ્હા અને સાથે વેફરની ડીસ મુકવા જ્યારે ઇલા આવી ત્યારે એ પણ કમલને જોઇ તરતજ બીજા રૂમમાં જતી રહી.ચ્હા-પાણી થઇ ગયા બે ચાર અહીં ત્યાંની વાતો થઇ અને સૌ છુટા પડયા.

           નિત્યક્રમ મુજબ રાતના ડીનર પછી સોફા પર બેસી રમણભાઇ ટીવીની ચેનલો ફેરવતા હતા.કમલ પોતાના રૂમમાં લેપટેપ પર ઓફિસનું કામ કરતો હતો.રસોડાનું કામ પુરૂં કરી લીના બહાર આવી તો રમણભાઇએ ઇશારાથી પાસે બેસાડી.લીનાને સમજી ગઇ કે,કમલ વિષે પપ્પાને કશુંક કહેવું છે એટલે રમણભાઇની બાજુમાં બેસતા ભમર ઉપર નીચે કરતા ઇશારાથી પુછ્યું

“શું વાત છે…?” અને બંને વચ્ચે ગુસપુસ શરૂ થઇ

‘તું વિનોદઅંકલની દીકરી ઇલાને ઓળખે છે..?”

‘હા…એતો મારી ફ્રેન્ડ થાય કેમ…?’

‘મને લાગે છે એ કમલાની પણ ફ્રેન્ડ થાય તો…..’

‘બસ સમજી ગઇ ભલે હું તપાસ કરીશ….’કહી લીના પોતાના રૂમમાં જતી રહી.

         બીજા દિવસે લાયબ્રેરીમાં બંને સખી મળી ત્યારે લીનાએ કહ્યું

‘જો ઇલા મને ગોળ ગોળ વાત કરતા નથી આવડતી એટલે તને સીધી રીતે પુછું છું કે,મારો ભાઇ કમલ તને ગમે છે…?’

‘…………’ઇલા આ સીધા સવાલથી મુંજાઇને લીના તરફ જોવા લાગી.

‘આમ બાઘાની જેમ શું જુવે છે…?મારા પપ્પા તારા પપ્પાને મુકવા તારે ઘેર આવેલ ત્યારે તમારૂં બંનેનું તારામૈત્રક જોઇ ગયા હતા એટલે તારૂં મન જાણવા મને કહ્યું છે બોલ તને મારો ભાઇ ગમે છે…?’ભમર ઉપર નીચે કરતા લીનાએ પુછ્યું

‘કમલ મને ગમે તો છે…. પણ…’

‘ઇ હું સમજી ગઇ ભલે બીજી એક વાત કહે કે, મારા ભાઇને પણ તું ગમે છે કે નહી…?’ઇલાની પીઠમાં ધબ્બો મારતા લીનાએ પુછ્યું

‘હા…. પણ હું પપ્પાને કેમ….?’ઇલાએ થોડું શરમાતા હા પાડી

‘એ બધું તું મારા પર છોડી દે…’

         બપોરના જમણ પછી લીના રસોડામાં સાફ સફાઇ કરતી હતી ત્યારે રમણભાઇએ ત્યાં જઇ લીનાને ગુસપુસ કરતા પુછ્યું

“પછી શું કહ્યું ઇલાએ…?’

         લીનાએ ઇલા અને તેના વચ્ચે થયેલ વાત જણાવી તો રમણભાઇ ખુશ થઇ ગયા.સાંજે બહાર જવા કમલે બાઇકને કિક મારી તો સોફા પર બેઠેલા રમણભાઇએ સાદ પાડ્યો

‘કમલા ઊભો રહે હું પણ આવું છું તારી સાથે…’ચપ્પલ પહેરી બહાર આવી બાઇક પર બેસી કહ્યું

‘જાવાદે…..’

‘અત્યારમાં કલ્બમાં…? કલ્બનો ટાઇમ તો છ વાગ્યાનો છે ને પપ્પા…?’

‘હા…તું મને વિનીયાને ઘેર લઇ જા…’

‘અચ્છા તો ત્યાંથી બંને કલ્બમાં સાથે જશો એમને…?’

‘ના તારા માટે ઇલાનો હાથ માંગવા તને ઇલા ગમે છે ને…?’તો આ સીધા સવાલથી નવાઇ પામી કમલે પાછા ફરી રમણભાઇ સામે જોયું

‘મારા સામે શું જુવે છે રોડ પર નજર રાખ હવે આ ઉમરે હાડકા ભંગાવવાનું પોસાય એમ નથી… મને લીનાએ તમારા પ્રેમ પ્રકરણની બધી વાત કરી છે…’સાંભળી કમલે બાઇક બ્રેક કરી એક બાજુ ઊભી રાખી હેલ્મેટ ઉતારી રમણભાઇ સામે ઊભો રહ્યો.

‘કેમ અહીં બાઇક ઊભી રાખી…?’રમણભાઇએ નવાઇ પામતા પુછ્યું

‘બેનબાએ પોતાનું પ્રેમ પ્રકરણ છુપાવી…મારા પ્રેમ પ્રકરણની વાત કરી એમને..?’

‘આ તું શો બોલે છે લીનાનું પ્રેમ પ્ર..ક..ર..ણ…?’

‘હા લીનાને વિનોદ અંકલનો સુરિયો ગમે છે…હમણાં નવરાત્રીમાં બંને નવ દિવસ ધૂમ દાંડિયા રમ્યા હતા અને છેલ્લા દિવસે આપણે ઘેર જતા હતા ત્યારે વાડીના બારણાં પાસેના થાંભલાની આડમાં તેણે લીનાને કાન પાસે હાથ રાખી ફોન કરજે એવો ઇશારો કર્યો એ મેં જોયું હતું અને ઘેર આવી લીનાના ઓરડાને અડી ઊભા રહી એમની વાતો પણ સાંભળી હતી…’

‘એમ…? તું મને વિનીયાના ઘેર મુકી આવ’સાંભળી કમલે બાઇકને કિક મારી અને બંને વિનોદભાઇના ઘર તરફ વહેતા થયા. (ક્રમશ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: