‘ઓથાર છે’
જ્યાં નજર દોડાવશો ત્યાં ભય તણો ઓથાર છે;
અવનવા રૂપો ધરેલા ભય તણો ઓથાર છે
જે મળે ખ્યાતી જગતમાં તે મજા કંઇ ઓર છે;
છે રવિને પણ ગ્રહણના ભય તણો ઓથાર છે
ગંજ જે ખડકી રહ્યા છો ધન તણા ભંડારમાં;
સંપતિને લૂટ કેરા ભય તણો ઓથાર છે
દુશ્મનો ભેગા કરી ને જિન્દગીમાં શું મળ્યું ?;
જીન્દગીને મોત કેરા ભય તણો ઓથાર છે
રૂપના અંબાર સમ તારૂં બદન શોભે ભલે;
એ બદન પર કરચલીના ભય તણો ઓથાર છે.
મોતની તલવાર માનવ પર સતત લટકી રહી;
તૂટશે એ ઘાત કરવા ભય તણો ઓથાર છે
આ “ધુફારી”ના કવચમાં ભય વગર તું ચાલજે;
એ કવચમાં ના કશા પણ ભય તણો ઓથાર છે
૨૧-૧૨-૨૦૧૩
Filed under: Poem |
Leave a Reply