છપ્પા (૬)
એક આળસ બીજું અજ્ઞાન,
બંને કટક એક સમાન;
જેના જીવનમાં દેખાય,
તે માનવને કોરી ખાય
-૦-
લોભી જન ને રણમેદાન,
બંને જુઓ તો એક સમાન;
પીધા સાગર પીધી નદી;
તણખલું ના ઉગે કદી
-૦-
એક ભાષા અવનવી છે,
આ જગતમાં છે જુદી;
સાંભળે બહેરા બધા ને,
બોલતા મુંગા કદી
૦૧-૦૧-૧૯૯૦
Filed under: Poem |
Leave a Reply