બદલો

bull

“બદલો”

      ત્રણ મહિના કુલુ મનાલી ને સિમલા ફરીને પ્રબોધ અને પ્રવિણા પાછા કચ્છ આવી ગયા.  ફરવા ગયા ત્યારે સમેટેલું ઘર સાફ સુફી કરીને ગોઠવતા કેડ ભાંગી ગઇ.પ્રવિણાએ કહ્યું તે મુજબ હોટલમાંથી ખાવાનું મંગાવી જમીને બંને હાશ કરી સુતા.પ્રવિણાની તો પહેલેથી ટેવ હતી તે મુજબ તેની આંખ સવારના છ વાગતા ખુલી ગઇ પણ પ્રબોધની આંખ ખુલી ત્યારે સામેની દિવાલ પર ટિંગાતી ઘડિયાલમાં નવ વાગી ગયા હતા,પ્રવિણાએ બપોરની રસોઇ માટે ભીડાં સમારતા પુછ્યું “ઊંઘ ઉડી…?”

“હા ને ઘણું જ મોડું થઇ ગયું…”કહી પ્રબોધ બાથરૂમમાં ગયો અને બહાર આવ્યો ત્યારે પ્રવિણાએ ગેસ પર મુકેલી ચ્હા ગાળીને પ્રબોધ તરફ કપ સરકાવ્યો એ પી ને આંગણામાં નજર કરતા તેણે પુછ્યું

“હજી છાપું નથી આવ્યું….?”

“સોફા પાસે મુક્યું છે…”કહી પ્રવિણા રસોડામાં ગઇ

        છાપાના પાના ફેરવતા એની નજર મરણનોંધમાં સૌથી ઉપર રઘુવીર યાદવના અવસાનના સમાચાર પર પડી તેમની પ્રાર્થનાસભા રોટરી કલ્બના હોલમાં આજે સાંજે પાંચ વાગે છે એ વાંચતા પ્રબોધ હેબતાઇ ગયો અને તેના મ્હોંમાંથી એક હળવી ચીસ નીકળી ગઇ

“હાય રામ આ શું થઇ ગયું…?” 

“શં થયું પ્રબોધ…?”કરતીક પ્રવિણા રસોડામાંથી બહાર આવી પ્રબોધના હાથમાંથી છાપું લઇ જોવા લાગી અને રઘુવીર યાદવના અવસાનના સમાચાર વાંચી એ પણ હેબતાઇ ગઇ.

Continue reading