છપ્પા (૫)

કલમ અને કિતાબ

છપ્પા (૫)

રૂપથી રમણી રૂડી થાય,

સદ્‍ગુણોથી તેણી વખણાય;

લજ્જા લક્ષણ તેમાં ભળે,

દેવી કેરૂં બિરદ મળે

-૦-

પોતાને જે સુખિયો કહે,

ખરેખર એ સુખિયો રહે;

જુઠા ડહાપણનો પ્રચાર,

મુરખનો છે એ સરદાર

-૦-

અવરોધોની આવે વાડ,

તેની લો થોડી સંભાળ;

આડી વાડને ઊભી કરો,

સફળતાની સીડી ચડો

-૦-

દયા તણી ભાષા જગમાંય,

બોલ્યા વિના પણ જે બોલાય;

બહેરા જણને જે સંભળાય,

મુંગા જનને જે સમજાય

૦૧-૦૧-૧૯૯૦

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: