સાંભળી લેજો

કાન

સાંભળી લેજો

આવે અગર કો વાત કરવા સાંભળી લેજો;

ઉદ્‍વેગ મનનો શાંત કરવા સાંભળી લેજો

ઘરના બધા લોકો કહે બસ જાળવી જાજો;

આવે બધી પંચાત કરવા સાંભળી લેજો

કો પેટ હલકા લોક પણ આવે કદી મળવા

પેટે ઉછળતી વાત કરવા સાંભળી લેજો

મીઠી મધુરી જીભની આડસ મહીં બોલી;

લોકો ચહે આઘાત કરવા સાંભળી લેજો

એમાં ‘ધુફારી’શું કરે અથવા કહે બોલો;

ના કોઇને ક્યાં માત કરવા સાંભળી લેજો

૦૯-૦૭-૨૦૧૫

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: