લાગે છે
સમય થંભી ગયો છે ક્યાંક એવું કેમ લાગે છે;
અગર થંભી ગયો છે કયાંક એવો વહેમ લાગે છે
અગર એ વહેમ લાગે તોય એની ક્યાં દવા મળશે;
નથી ધનવંતરી પાસે કો દવાઓ એમ લાગે છે
કદાચિત કાટ લાગ્યો હોય યાતો કોઇ કળ બગડી;
અગર તો ક્યાંક લાગ્યો હો ઘસારો એમ લાગે છે
કમાગરને કદી તેડાવવાથી શું ભલા વળશે;
નથી પૂર્જા કશા મળતા બજારે એમ લાગે છે
જરા અમથી હતી આ વાતમાં શેનો ધખારો છે;
જરા ટાવર કહેછે શું ‘ધુફારી’ કેમ લાગે છે
૦૨-૧૦-૨૦૧૫
Filed under: Poem |
Leave a Reply