છપ્પા (૪)

કલમ અને કિતાબ

છપ્પા (૪)

વિધવા કેરો ચરખો ફરે,

ત્યારે તેણી પેટ જ ભરે;

ભુખાડવાનું ચાલે મુખ,

સ્વાહા જે મુકો સન્મુખ

-૦-

લોભ,ક્રોધ ને સુખ અતિરેક,

ઉતાવળા અભિમાની છેક;

વાસના સાથે છ ને તજે,

સુખે કરીને ઇશ્વર ભજે

-૦-

વાયુ વા’તા વળતા ઝાડ,

એમ સમયની લો સંભાળ;

વળે નહીં એ તૂટી જાય,

તૂટેલા ના ઊભા થાય

-૦-

માટીના શકોરા મહીં,

યા તો હેમ કટારે રહી;

ઝહેર એતો ઝહેર જ રહે,

એને અમૃત કોઇ ના કહે

૨૩-૦૨-૧૯૮૯

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: