અછાંદસ (૪)
અનાયસ
નજરો ફરે છે
સડકના કિનારે
ડુંગરની ધારે
બાવળની ડાળે
એક ઊંડા શ્વાસે
જઇને આકાશે
ફરતી પ્રવાસે
મારી જ આંખોને
પ્રશ્ન કરૂં છું
શોધે છે કોને?
વ્યથિત થઇને શાને?
મારી જ આંખો
બારીના કાંચે
છાયાને જોઇ
અજાણ્યાને કોઇ
વદે છે
ધ્રુવ તારક જોવો
કદાચ
એની જેમ જ
ભટકતું મન
સ્થિર થઇ જાય
૨૮-૦૩-૨૦૦૭
Filed under: Poem |
Leave a Reply