છપ્પા (૩)
એકલતામાં ધરજો ધ્યાન,
બે મળી મેળવજો જ્ઞાન;
ત્રણ જણાંમાં સંગીત સાર,
મુસાફરીમાં મળજો ચાર
-૦-
લોભ વરેથી લક્ષણ જાય,
લક્ષણ જાતા ક્રોધિત થાય;
ક્રોધિત નર ઉતાવળ કરે,
ઉતાવળે અનરથ આચરે
-૦-
બદનસીબી પારસમણી,
સગા,સેવક ને ધણિયાણી;
કેટલે પાણી તમે ને અમે,
સમજાવે એ સમજો તમે
-૦-
ભાણ ચડે આથમણે થઇ,
પંકજ ઉગે પર્વત પર જઇ;
અગ્નિમાંથી શીત જ ઝરે
શબ્દો ના સજ્જનના ફરે
૦૩-૧૦-૧૯૮૯
Filed under: Poem |
Leave a Reply