મહેફિલ રચાવે છે
કામના કેવી કલા મહેફિલ રચાવે છે;
કામના નાચી તમોને પણ નચાવે છે
ડુગડુગી છે હાથમાં એના વગાડે છે;
મન બનાવી માંકડુ પ્રેમે નચાવે છે
કોણ જાણે કેટલી ઊભી કરે ભ્રમણા;
જાળમાં કીટક ફસે તેવા ફસાવે છે
પ્રેમમાં પાગલ બનાવી એટલા તમને;
પ્રેમ કેરા વ્હેમ પર જગમાં હસાવે છે
જગતની હાંસી તણાં સરજે વમળ એવા;
દુઃખ તણાં દરિયા મહીં તમને ડૂબાવે છે
કોઇ આરો યા કિનારો ના મળે તમને;
કરમ કેરા લેખ કહેતા એ રડાવે છે
છે ઘણી મગરૂર ખુદની ચાલ પર ફિદા;
છે ‘ધુફારી’ એકલો એને નચાવે છે
૨૯-૦૯-૨૦૧૪
Filed under: Poem |
Leave a Reply