‘શ્યામસુંદર ક્યાં છે’
(રાગઃજબ દીપ જલે આના જબ શામ ઢલે આના….)
સખી શ્યામસુંદર ક્યાં છે,સખી બંસીધર ક્યાં છે;
નંદરાજા કેરો નટખટ છૈયો,નંદ કુંવર ક્યાં છે………સખી શ્યામસુંદર
મને શાન કરીને બોલાવી,ઘર રેઢા મુંકીને આવી;(૨)
હું મુરલી સુરમાં ખેચાણી,એ કાન કુંવર ક્યાં છે…….સખી શ્યામસુંદર
એ નટખટના નખરા એવા,મન મોહાયું નખરા જોવા;(૨)
સંતાકૂકડી રમતો વનમાં,એ મુરલી ધર ક્યાં છે…….સખી શ્યામસુંદર
નીરે ગા…રેગ,મગરે સાસાની
પપમ,રેગા,સાનીસાગ પમપ
મથુરા નગરી કેરી વાટે,કંકર મારી મટકી આંટે;(૨)
મટકી ફોડે ગોરસ ચોરે,એ ગિરીવરધર ક્યાં છે…….સખી શ્યામસુંદર
કદી કદંબ ડાળે દેખાતો,કદી યમુના પાળે દેખાતો;(૨)
બંસીના સુરથી મન મોહે,એ બંસી ધર ક્યાં છે……..સખી શ્યામસુંદર
રાધા રાણીના રસ રંગે,રાસ રચાયો નવરંગે;(૨)
કર જોડીને ‘પ્રભુ’ પુછે છે,એ પીતાંબર કયાં છે……..સખી શ્યામસુંદર
૦૯-૦૩-૨૦૧૫
Filed under: Poem |
Leave a Reply