નિષ્ણાત છે

mood 2

 નિષ્ણાત છે

તમારા દિલ મહીં ચાલી રહ્યો ઉત્પાત છે

તમારા સમ દઇ ને પુછવી એ વાત છે

તમારી આંખ પણ શા કારણે ભયભીત છે;

અને શા કારણે આસું તણો પ્રપાત છે?

તમે જો ના કહો મુજને કશું વાચા થકી;

મને આંખો થકી સમજાય ભેદી વાત છે

તમોને શું સતાવે છે અને શા કારણે?

તમો બોલો જરા શી વાતનો આઘાત છે?

‘ધુફારી’ને ખબર પડતી હશે આ ભેદની;

મને સમજાવશે એ વાતના નિષ્ણાત છે

૧૩-૧૨-૨૦૧૪

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: