કશું કરતો નથી
વાદકે વિવાદ કંઇ કરતો નથી;
કાન પર કો વાદ હું ધરતો નથી
મેઘ છું ઘનઘોર સમ વરસી રહ્યો;
એટલે હું ક્યાંય ઝરમરતો નથી
પ્રેમમાં સાગર સમો હું ઉછળું;
કો સરિતા કાજ હું ફરતો નથી
જીન્દગી મારી નજરથી પારખો;
એ શિખામણ હું કદી કરતો નથી
હું કવિ શા’થી થયો ના પુછશો;
છે ‘ધુફારી’ હું તો કશુ કરતો નથી
૨૧-૦૩-૨૦૧૫
Filed under: Poem |
Leave a Reply