Posted on July 22, 2015 by dhufari

‘લોકમાં આવી ગયો’
કાં ઘર મહીંથી ચાલતા ને ચોકમાં આવી ગયો;
લાગ્યું અચાનક એમ હું પરલોકમાં આવી ગયો.
આસન મળ્યું અદ્ભુત સિંહાસન સમું ભાસ્યા કરે;
Continue reading →
Filed under: Poem | Leave a comment »
Posted on July 20, 2015 by dhufari

હરિયાનું હાટ (૨)
(ગતાંકથી ચાલુ) બીજા દિવસથી ચંદા ગામમાં ફરવા લાગી અને એક પાંચ માળની બિલ્ડિન્ગમાં પાંચમા માળે મકાન ભાડે રાખ્યું.ત્યાં ખપ પુરતી ઘર વખરી પહોંચાડવામાં આવી પછી પેમુ સાદા મેલા ઘેલા કપડા પહેરી મુલાં ને લેવા કચ્છ આવ્યો અને ચાર જોડી કપડા નાખીને મા ને મુંબઇ લઇ આવ્યો.બિલ્ડિન્ગ પાસે ઊભેલી રિક્ષાઓ બતાવી કહ્યું
‘જો બા તને અહીં ચોવીસ કલાક રિક્ષા મળશે અને ઘર વપરાશની જીણી ચીજો, શાકભાજી બધું અહીં જ મળી જશે તારે બજારના ધકકા ખાવાની પણ જરૂર નહીં
અહીં ખુણા પર જ મહાદેવનું અને કાનુડાનું મંદિર પણ છે’સાંભળી મુલાં ખુશ થઇ.
ઘેર આવ્યા તો સાદી સાડીનો પાલવ માથા પર મુકી મુલાંના ચરણસ્પર્શ કરી ચંદાએ કહ્યું’જયશ્રી કૃષણ બા… સારૂં થયું કે તમે અહીં આવી ગયા,એ નોકરી પર જાય પછી સુનકાર જેવું લાગે છે.હમણાં જ ઘર બદલાવ્યું છે એટલે પડોશી પણ નવા ને પાછા મરાઠા એટલે કોઇ સંપર્ક નથી.’
Continue reading →
Filed under: Stories | Leave a comment »
Posted on July 17, 2015 by dhufari

હરિયાનું હાટ
મોટી બઝારના ચોકના ખુણા પર હરિ(હરિલાલ)ની બે દુકાનો હતી.એક જે હરિયાના હાટ તરિકે ગામ આખામાં જાણિતી હતી અને બીજી બાજુમાં હતી જે ખાલી હતી તેને હરિએ તાળું મારી રાખ્યું હતું.દુકાન ખુણા પર અને મોકાની હોવાથી ઘણા ભાડે લેવા તૈયાર હતા પણ હરિ કોઇને ભાડે આપતો ન હતો.ઘણા તેને સમજાવતા હતા કે અમસ્થી ખાલી પડી છે તેના કરતાં કોઇને ભાડે આપી દે તો બે પૈસા મળશે ને?તેમાં સૌથી જાજો રસ મોતીલાલને હતો જે અવાર નવાર હરિને કહેતો હતો મને ભાડે આપ તું જ્યારે કહીશ ખાલી કરી આપીશ પણ હરિએ હા ન ભણી તેમાં ચુનીને ખબર પડી તો હરિને પુછ્યું
‘તું કોઇને પણ ખાલી દુકાન ભાડે શા માટે નથી આપતો?’
Continue reading →
Filed under: Stories | Leave a comment »
Posted on July 7, 2015 by dhufari

કશું કરતો નથી
વાદકે વિવાદ કંઇ કરતો નથી;
કાન પર કો વાદ હું ધરતો નથી
મેઘ છું ઘનઘોર સમ વરસી રહ્યો;
Continue reading →
Filed under: Poem | Leave a comment »
Posted on July 4, 2015 by dhufari

“ફાધર્સ-ડે”
નાયગારા ફોલ્સ જોવા જવા માટે નક્કી થયા મુંજબ સૌ તપનના વિશાળ એપાર્ટમેન્ટમાં ભેગા થવા સૌ આવવા લાગ્યા.નરેશ આવ્યો ત્યારે મંડલીના લગભગ સભ્યો આવી ગયા હતા.તેણે આવીને સોફા પર બેસી એક નજર ફેરવી કે,કોણ બાકી છે એકાએક તેણે તપનને પુછ્યું
‘ક્યારે નહીં આજે વિકાસ કેમ લેઇટ લતીફ થઇ ગયો…?’
‘પોતે સૌથી છેલ્લો આવ્યો ને ઓલાને લેઇટ લતીફ કહે છે….’ કહી માનસી હસી
‘એ લેઇટ લતીફ નથી મને સવારે જ ફોન આવ્યો હતો કે,એ તેના પપ્પાને મળવા પુણે જાય છે બે દિવસ પછી ફાધર્સ-ડે છે અને તે હંમેશા એ દિવસે તેના પપ્પા સાથે જ હોય છે’અનુપે કહ્યું
‘હા…મને પણ કોલ કરેલો ત્યારે મેં કહ્યું આપણી આ નાયગારા ફોલ્સની ટ્રીપ પછી પણ તું પપ્પાને મળવા જ્ઇ શકે છે પણ એ ન માન્યો મને કહ્યું જે કામ એના સમય પર ન થાય તેનું કશું મહત્વ નથી રહેતું આઇ હેવ ટુ ગો’ સુમી એ અનુપની વાતને સમર્થન આપતા કહ્યું
‘પણ એક ભુલ તો ભગવાન પણ માફ કરે અને એમાંના એક એવા માવિત્રો…. જો સાચા હ્ર્દયથી તેમની માફી માંગી હોય તો એ હસ્તા સ્વિકાર કરી લે’અનુપે કહ્યું
‘હા….વર્ષમાં એક વીક પણ આપણે આપણા પપ્પા માટે પણ ન ફાળવી શકીએ તો ધૂળ પડી આપણા જીવન ઘડતરમાં એવો અફસોસ તેમને સતાવે એ કેટલું દુઃખદ હોય તેમના માટે…? ગયા વર્ષે તેણે મને પણ કહેલું’ આટલી વારથી બધાની વાતો સાંભળતી યોગી(યોગિતા)એ સુર પુરાવ્યો.આ ચર્ચા ચાલતી હતી ત્યાં ડોર બેલ વાગી અને તપને દરવાજો ખોલ્યો તો મેકડોનાલ્ડનો ડિલેવરી બોય પાર્સલ લઇ ઊભો હતો.તપને બોકસ ડાઇનિન્ગ ટેબલ પર મુકવા કહી પોતાનું વેલેટ કાઢી પેમેન્ટ કર્યું.
‘ચાલો…ચાલો…આ બર્ગર અને ગાર્લિક બ્રેડ ઠંડા થઇ જશે તો પાછા ઓવનમાં મુકવા પડશે’
ડાઇનિન્ગ ટેબલ વચ્ચે પડેલ પેપર પ્લેટ પર સૌએ પોતાની પસંદગીની આઇટમ લીધી અને પેપર કપમાં કોકાકોલા રેડ્યા.અહીં ત્યાંની વાતો કરતા બધું ખવાઇ ગયું.લેફટ અપ એલ્યુમિનીયમ ફોઇલમાં લપેટાયું અને બાકી વધેલી કોકા કોલા સાથે બધું સુમી અને તાન્યા ફ્રીઝમાં મુક્યું
તપને સીડીનો બોક્સ લાવી પુછ્યું ‘બોલો કઇ મુવી જોવી છે ઇન્ગલીસ કે હિન્દી…?’
‘ઇન્ગલીસ તો આપણે ટીવી પર જોતા હોઇએ છીએ……’
‘એક મિનીટ મારા કઝીને મને એક ગુજરાતી નાટક “પપ્પા પધરાવો સાવધાન”ની સીડી મોલકાવી છે એ હું લાવ્યો છું આપણે એ જોઇએ તો કેમ…?’બધા તરફ જોતા જયંતે પુછ્યું
‘વાઉ!! પપ્પા પધરાવો સાવધાન….? નામ નવું છે ચાલો ભલે થઇ જાય…’અનુપે કહ્યું
સીડી પ્લેઅરમેં સીડી મુંકાઇ તો નરેશે કહ્યું ‘અરે આ…તો…?’
‘ખીચડી વાળો પ્રફુલ્લ…..’જયંતે કહ્યું
નાટક પુરું થતા સૌનો એક જ અભિપ્રાય હતો ‘મજા પડી ગઇ..’ તપને કરેલી સગવડ પ્રમાણે સૌ એક બીજાને ગુડ નાઇટ વિશ કરી પોતાની રીતે સુવા ગયા પણ નરેશની આંખમાં ઊંઘ ન હતી.એના કાનમાં યોગિતાએ કહેલી વાત ગુંજયા કરતી હતી.
‘હા….વર્ષમાં એક વીક પણ આપણે આપણા પપ્પા માટે પણ ન ફાળવી શકીએ તો ધૂળ પડી આપણા જીવન ઘડતરમાં એવો અફસોસ તેમને સતાવે એ કેટલું દુઃખદ હોય તેમના માટે…?’
Continue reading →
Filed under: General | Leave a comment »
Posted on July 1, 2015 by dhufari

કનકતારો એક છે
પ્રેક્ષકો તો છે ઘણા પણ નાચનારો એક છે;
ભુલનારા છે ઘણા સંભારનારો એક છે
મિત્રતાના નેપથ્યમાં પાછળ મળે છે કેટલા;
Continue reading →
Filed under: Poem | Leave a comment »