ઋણાનુંબંધ (૨)

stage

ઋણાનુંબંધ (૨)

(ગતાંકથી આગળ)

         ત્રણ મહિના ધનંજયે મગજનું દહીં કર્યા પછી બધું નક્કી થઇ ગયું.ફિલ્મનું શુટીન્ગ શરૂ થયું અને કેમેરા જ્યારે અમુલખ ઉપર મંડાયો ત્યારે ધનંજયને વિશ્વાસ ન આવ્યો કે અમુલખ આવો ઉત્કૃષ્ટ અભિનય પણ કરી શકે છે. ફિલ્મ જેમ જેમ આગળ વધતી ગઇ અમુલખની સુઝબુઝનો પરિચય ધનંજયને થયો. ફિલ્મમાં પત્નિ,પુત્ર અને પુત્રવધુના પાત્રો ભજવતા કલાકારોનો અભિનય સાહજીક અને પ્રશંસાને પાત્ર હતા.આ દરમ્યાન  બધા કલાકારો સાથે અમુલખને કુટુંબના લોકો સમ લાગણી બંધાઇ ગઇ.મરણ પથારીએ પડેલી પત્નિ ‘જશોદાની જીવન માટેનો વલવલાટ અને એને સાંત્વન આપતા જશોદા…બોલ રાધે શ્યામ…બોલ રાધે શ્યામ….જશોદા સંસારનો મોહ છોડ તારા આત્માની સદ્‍ગતિ કર…બોલ રાધે શ્યામ….’કહી પત્નિના માથે ભીની આંખે હાથ ફેરવતા અમુલખનો અને સાકરનો અભિનય જોઇ ધનંજય આફ્રીન થઇ ગયો.આખર બે વરસની મહેનત પછી ફિલ્મ પુરી થઇ નામ રાખ્યું ‘ઋણાનું બંધ’

                    અમુલખ અને પુત્ર,પુત્રવધુ અને પત્નિ તરિકે કામ કરતા સહયોગી કલાકારો દ્વારા બનેલી આ ફિલ્મ ધનંજયની કલ્પના બહાર બોક્ષ ઓફિસ હીટ સાબીત થઇ એમાં અમુલખે કવિ કમલકાંત તરિકે લખેલા ગીતોને સંગીતકાર લહેરીકાંતે સુમધૂર ધુનોમાં ઢાળ્યા અને રમોલા અને અમોલ માનકરે બહુ પ્રેમથી ગાયા અને મશહૂર થયા એ વાતનો સિંહ ફાળો હોતા નેસનલ એવોર્ડ મળ્યો.

Continue reading