શરમાય છે
(રાગઃ આપકી આંખોમેં કુછ મહેકે હુવેસે ખ્વાબ હૈ…)
મીઠડું મલકી કરી તું, કેટલું શરમાય છે;
જોઇને તારી અદા આ, મન બહુ હરખાય છે
લાગણીની માંગણીની, વેલ બહુ લાંબી હતી;
આભને એ આંબશે, યા તો અગર આંબી હતી
પ્રેમ કેરા પુષ્પ ખિલ્યા, એ પરે દેખાય છે……. મીઠડું મલકી કરી તું
કેશને પસવાર ના, જો વાયરો એથી રમે;
વદન પર આવી કરીને, આવરણ કરવા નમે,
આ ‘ધુફારી” જોય ત્યારે, કેટલુ મલકાય છે….. મીઠડું મલકી કરી તું
૧૦-૦૨-૨૦૧૫
Filed under: Poem |
Leave a Reply