રંગ રાખો છો

joker

રંગ રાખો છો

સમયને પારખી તેવા બદલતા રંગ રાખો છો;

તમોને હાજી હા કરનાર લોકો સંગ રાખો છો

તમારા મગજમાં શી રમત છે એ રામ જાણે છે;

મગજ મારી કરી સૌના ચહેરા તંગ રાખો છો

અચાનકથી કરી વિસ્ફોટ વાણીનો બધા સામે;

કરી વાણી તણો વિલાસ સૌને દંગ રાખો છો

કરો છો વાયદા ખોટા સમર્થન પામવા માટે;

નથી કંઇ કામ કરતા લોકને તો લંગ રાખોછો

‘ધુફારી’ને ખબર છે ચાલ શતરંજની ચલાવો છો;

હ્રદયમાં ઝેર છે ને હોઠ પર તો વ્યંગ રાખો છો

૨૯-૧૨-૨૦૧૪

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: