“અપવાસ (૨)”
(ગતાંકથી ચાલુ) સમયની બલિહારી છે એક દિવસ બિઝ્નેસ માટે અનુજ જે હોટેલમાં ઉતર્યો હતો અને હોટેલની લોંજમાં કેબની રાહ જોતો તે બેઠો હતો ત્યાં જ મીનાનો ભેટો થઇ ગયો.
“ઓહ!!! અનુજ તું ને અહીં?ઘણા સમય બાદ આપણે મળ્યા નહીં??”કહેતા તેણી તેની સામે આવીને બેઠી.
“હે…..હા…હા…”
“કેમ તબિયત નથી બરોબર???”
“હં….ના…ના એવું કંઇ નથી?
“આ…હું….હા કેમ કરે છે?છેલ્લે ચિત્રામાંથી આપણે ઘેર આવ્યા તે રાત પછી તું ક્યારે મળ્યો જ નહીં ન કશી વાત-ચિત કરી મારો કશો વાંક ગુન્હો આ જ તારું સ્ત્રી સન્માન? ને નારી તું નારાયણી ખાલી સભાઓ તાળિયો પડાવવા બોલતો હતો? તે અનુજ એકાએક ગાયબ જ થઇ ગયો?
“એ સિધ્ધાંતોનો તો હું ભોગ બન્યો છું તેની તને ક્યાં ખબર છે?”
મીનાની વાત કાપતા અનુજે કહ્યું અને ત્યાર બાદ અનુજે પહેલે થી છેલ્લે સુધી શું થયું,તેણે મીના માટે કેવી કેવી અટક્ળો કરેલી અને તેમાંથી પેદા થયેલ મગજની તાણના વિષ આજ સુધી કેવા અને કેટલા પીધા હતા તે કહ્યું. મીના એક ધ્યાનથી બધુ સાંભળતી અને અનુજના ચહેરા પર બદલાતા હાવ ભાવ જોતી હતી.મીના હજુ કશું આગળ પુછે તે પહેલા અનુજની એરપોર્ટ પર જવા માટે કેબ આવી ગઇ અને અનુજ જતો રહ્યો.
કાકાના કાંચના કારખાનાના કામમાં સેટલ થયેલ અનુજને લગ્ન માટે દબાણ થવા લાગ્યું અને આખરે અનુજના મમ્મી પપ્પાએ પસંદ કરેલી છોકરી સાથે અનુજના લગ્ન થઇ ગયા.મોડી રાત્રે સગા-વ્હાલાની ભીડ ઓછી થતા તે પોતાના બેડરૂમમાં દાખલ થયો ત્યારે તેની પરણેતર શાંતિ પલંગ ઉપર બેઠી હતી.તેણીને જોઇને તેને અંધારામાંની અને અજવાળામાંની મીના યાદ આવી ગઇ.કોઇ નારીનું અંગ વીખી પીખી નાખવું એ જ ધણીપણું?ના ના આ અશક્ય છે અને અનુજ જેવો આવ્યો હતો એવો જ પાછો વળી ગયો.
લગ્ન થયાને લગભગ દોઢ માસ જેવો સમય પસાર થઇ ગયો. તેવામાં શ્રાવણ માસ આવ્યો. અનુજના સસરાનો કાગળ આવ્યો કે,અમારી દીકરીને સાતમ આઠમના મેળા કરવા માટે માવતરે મોક્લાવો.અનુજ પહેલી જ બસમાં શાંતિને માવતરે જવા માટે બેસાડી આવ્યો જાણે ડ્યુટી પુરી થઇ ગઇ.
તેની હાશ કરતાંક પોતાના જુના મિત્રો જે ઇરાની હોટલમાં મળતા ત્યાની વાટ પકડી.ત્યાં મિત્રોમાં મર્દ અને ના-મર્દની ચર્ચા ચાલતી હતી.
“અરે!!!મારા ભાઇ હું કહું છું તે તું સમજતો નથી,પરણેતર જો પતિ પાસેથી સુખ ન પામે તો શું કરે પછી તો તેણી પોતે પોતાનો માર્ગ શોધી લે જેમ નદી પોતાનું વહેણ નક્કી કરી લે”
“સાલા…બધી એવી ન હોય તેમાં આપણી ભારતીય પતિ-પરાયણ બાઇ…..”
“અરે!!!પતિ-પરાયણની પારાયણ ક્યાં માંડી એવી તો સોમાંથી પચાસ માંડ મળે બાકી જરા અવલંબન મળે ને જેમ વેલ વિટળાય તેમ…”બોલનારે બધા સામે એક નઝર કરી આંખ મિચકારી.
મેં લગ્ન થયા ત્યારથી શાંતિને ક્યાં સ્પર્શ સુધા કર્યો છે તો તેણીને પતિસુખ ક્યાંથી મળે?મેં કદી તેણીના સુખની ચિંતા ક્યાં કરી છે?કદાચ શાંતિ મને ના-મર્દ તો નહીં માની બેઠી હોય? અથવા તેણી પણ…કોઇ… ચક્કરમાં….ના…ના એવું ન બને….મારી શાંતિ એવી નથી એવા વિચાર કરતો અનુજ ઊભો થઈ ચાલતો થયો તો તેની પાછળથી બુમો સંભળાઇ અરે! અનુજ અ..નુ..જ એ અનુજ શું થયું?પણ સાંભળે કોણ?તેણે સીધી ટેક્ષી સ્ટેન્ડનો રસ્તો પકડ્યો અને એક ખાલી ટેક્ષીનું બારણું ખોલીને બેસી ગયો અને ડ્રાઇવરને હમણા જ ગયેલ લક્ઝરી બસની પાછળ જવા કહ્યું.
અર્ધા કલાક પછી તે લક્ઝરી બસની લગોલગ ટેક્ષી થઇ એટલે ટેક્ષી ડ્રાઇવરે બસ ડ્રાઇવરને બસ રોકવા ઇશારો કર્યો.બસ ઊભી રહી બસમાંથી શાંતિ અને સમાન ઉતારી લેવાયા એ જ ટેક્ષીની ડીકીમાં સામાન મુકાયો અને બસ અને ટેક્ષી બન્ને વિરુધ્ધ દિશામાં ઉપડી ગયા.
ટેક્ષીમાં બન્ને ચુપચાપ બેઠા હતા કશી પણ વાતચિત કર્યા વગર શાંતિ આ અચાનક શું થઇ રહ્યું છે તેની અવઢવમાં હતી.ઘેર પહોંચ્યા ત્યારે
આઠ વાગ્યા હતા.ઘેર કોઇ ન્હોતું જડપથી સામાન ઉતારી ટેક્ષી ડ્રાઇવરને ભાડું ચુકવી રવાના કરી તેણે ઘરનું બારણું ખોલ્યું.શાંતિને કહ્યું પાણી લઈ આવ અને પોતે બેડરૂમ તરફ ગયો.પાણી લઇ આવતી શાંતિના ઝાંઝરનો અવાઝ સાંભળી અનુજ પલંગ ઉપરથી ઊભો થઇ ગયો
બસમાંથી ઉતરી ત્યારથી બન્ને વચ્ચે કશી પણ વાતચિત ન થઇ હોવાથી અજાણ્યા ભયથી ડરતી અને ધ્રુજતી શાંતિના હાથમાંથી પાણીનો ગ્લાસ પડ્યો કે પડશે એમ થવા લાગ્યો તે તેણીની પાસેથી લઇને અનુજે પલંગ બાજુની ટીપોય પર મુક્યો અને શું થાય છે એ કશું શાંતિ સમજે તે પહેલાં અનુજે તેણીને બાહોમાં ઉપાડીને હળવેકથી હસતા પલંગ પર સુવડાવી બેડરૂમનો દરવાજો બંધ કરી સ્ટૉપર મારી ત્યારે આટલી વારથી ડરના ઓથાર નીચે ધ્રુજતી શાંતિના અંગ અંગમાં આનંદની લહેરખી દોડી ગઈ અને તે અનુજમાં સમાઇ ગઇ.
ઘણો સમય પસાર થઈ ગયો ત્યાં અનુજને નીચેથી તેની બાની બુમ સંભળાઇ “અનુજ કાલે જન્માષ્ટમીનો અપવાસ કરીશ કે એકટાણું????”
“મારે કેટલા અપવાસ અને કેટલા એકટાણા કરવા એવું બળબળાટ કરતા અનુજ સાથે શાંતિને બધા જોતા જ રહી ગયા.(સમાપ્ત)
Filed under: Stories |
Leave a Reply