કાળુ કલંક(૨)
(ગતાંકથી ચાલુ) બીજા દિવસે કામ અંગે કપુરચંદ દામનગર ગયો અને તલકસી ઓફિસનું કામ કરતો હતો.કપુરચંદ પીઠ પાછળ રાખતો એ ચોડાયેલો ઓશિકું થપથપાવી સરખું કરી ગોઠવતા ઓશિકું મુકવાના જગા તળે ગાદલા હેઠળ કશુંક છુપાવેલું છે એવું લાગતા ગાદલો ઉંચો કર્યો તો એક ડાયરી હાથ લાગી. પાના ઉથલાવતા તલકસીની આંખ ખુલ્લી રહી ગઇ તેનો આશ્ચર્યથી મોઢા પર રહી ગયેલો હાથ જોઇ ત્યાં આવેલા ઠાકોર સાહેબે પુછ્યું
‘શું વાત છે તલકસી….?’ કહી તલકસીના હાથમાંથી ડાયરી લઇ લીધી પાના ફેરવતા એમને કંઇ સમજાયું નહી એટલે પુછ્યું
‘તલકસી શું છે આમાં એવું કે તને આશ્ચર્ય થયું?’
‘ઠાકોર સાહેબ આ બહુ મોટું કૌભાંડ છે પણ તે જાણવા હું આપને જણાવું એવા પગલા લેવા જોઇશે”
‘હા બોલ હું શું કરૂં…?’
તલકસીએ પ્લાન સમજાવ્યો અઠવાડિયા પછી એક સાંજે દામનગરથી આવેલા કપુરચંદને ઠાકોર સાહેબે બોલાવ્યો
‘હુકમ..બાપુ…’બહુ નમૃતાથી હાથ જોડી કપુરચંદે કહ્યું તો ઠાકોર સાહેબ મનોમન બોલ્યા માળા હાળા ગિલિન્ડર લુચ્ચા શિયાળ અભિનય તો સારો કરે છે.
‘કપુરચંદ આ દામનગર જઇએ છીએ ત્યારે હોટલમાં ઉતારામાં મને મજા નથી આવતી મને થાય છે કે,એક બંગલો દામનગરમાં ખરિદી લીધો હોય તો કેમ?’
‘વિચાર ખોટો નથી બાપુ…’
‘તો પછી કાલે જ ઉપડી જાવ દામનગર અને શોધ શરૂ કરો ભલે અઠવાડિયું રહેવાનું થાય પણ નક્કી કરીને આવજો…’
‘હુકમ બાપુ હું કાલે જ જાઉ છું અને આપના માટે બંગલાની શોધ કરૂં છું’
એક અઠવાડિયું બાપુના ખર્ચે મોજ મજા અને વધારામાં પોતાનો દામનગરમાં આવેલ બંગલો બાપુને મ્હોં માગ્યા દામથી પધરાવી શકાશે એવા વિચાર ઘડતો કપુરચંદ પોતાના આસન પર આવ્યો પણ તલકસી પર પોતાની ખુશી જાહેર ન થઇ જાય તેથી મ્હોં ગંભીર કરી માથું ખંજવાળતો પોતાની બેઠક પર બેઠો તો…
‘શું થયું કેમ આમ મુંઝાયેલા લાગો છો સાહેબ?’મનમાં બધુ સમજતા તલકસીએ છતા પુછ્યું
‘આ દામનગર અને ધરમપુર વચ્ચે ધક્કા ખાતા થાકી જવાય છે હજી આજે જ દામનગર થી આવ્યો ને પા્છું કાલે જવાનું તે પણ જ્યાં સુધી કામ ન પતે ત્યાં સુધી ત્યાં રકાવાનું’નિસાસોનો અભિનય કરતા કપુરચંદે કહ્યું
‘એવું તે શું કામ પડ્યું હું કશી મદદ કરી શકું?’
‘ના આતો મારે જ પાર પાડવું પડશે’
‘પણ શું કંઇક સમજાય એવું કહોને..’તલકસીએ મમરો મુક્યો
‘આ બાપુને હવે હોટલમાં રહેવું નથી ગમતું એટલે દામનગરમાં તેમના માટે બંગલો શોધવાનો છે’
‘હં…હં…’
‘હું કાલે જ ફરી દામનગર જાઉ છું એકાદ અઠવાડિયું લાગશે તો તમે ઓફિસ સંભાળજો’કહી કપુરચંદ ઘેર ગયો અને પોતાના નવા પ્લાનના પ્યાદા ગોઠવવા લાગ્યો.
*****
આ બાજુ પ્લાન મુજબ એક રિટાયર ઓડિટરને બોલાવાયો અને ચોપડા ઓડિટ કરતા તેણે જે તારણ આપ્યું એ ચોંકાવનારૂં હતું.ખેડુતોની ઘણી જમીન બાપુ પાસે ગિરવે પડી હતી તે સામે ખેડુત પાસેથી અનાજ ૨૫૦ રૂપિયા કોથડાના હિસાબે લેવાતું અને ૬૦૦ રૂપિયાના હિસાબે બજારના જથ્થા બંધના વેપારીને વેંચાણ થતું હતું પણ અસલમાં તો રૂપિયા ૧૦૦૦ના હિસાબે અપાતું હતું તેમાંથી બાપુના ખાતામાં રૂપિયા ૬૦૦ જમા થતા હતા જ્યારે બાકીના રૂપિયા ૪૦૦ કાળાનાણા કપુરચંદ પોતાના ખીસ્સામાં સેરવતો હતો જેનો હિસાબ તેની સંતાડેલી ડાયરીમાં હતો.આ બધું પુરૂ થયા પછી તલકસીએ વાત કરી
‘બાપુ આ કપુરચંદે કોણ જાણે કેટલા ખેડુતોની ઘરવાળીઓને તેના રાખેલા ગુંડા માર્ફત અપહરણ કરાવીને પોતાનો હવસ પુરા કર્યા છે અને ધમકી પણ અપાઇ છે કે,મ્હોં ખોલશો તો વ્યાજ ભરાયો ન હોવાથી જમીન જપ્ત કરાશે અને તમારા ધણી અને છોકરાઓની ખેર નથી તેથી દબાયેલા ખેડુતો કશું બોલ્યા નથી. હમણાં કુવામાં પડીને જેસંગની ઘરવાળી સોમીએ આપઘાત પણ આ કપુરચંદની દુષ્ટ માંગણીના હિસાબે થઇ છે.આપણા ખીમલા ખવાસ પાસેથી સોમી અફિણ લઇ ગઇ હતી. છોરાઓને ને પોતે અફિણ પીને આપઘાત કર્યો છે. આ બનાવ બન્યો તેની આગલી સાંજે હું એમને શોધતો જેસંગના ખોરડે પાસેથી પસાર થતો હતો ત્યાં તેમનો અવાજ સાંભળી ઊભો રહ્યો ત્યારે મેં વાત સાંભળેલી ,”મારી વાત માનીજા તને મારા દામનગરના બંગલે રાજરાણી બનાવી રાખીશ સીધી રીતે માનીજા નહીંતર મારા માણસ તને અને તારા છોરાઓને ઉપાડી જશે અને પત્તો પણ નહીં લાગે તું ક્યાં ગઇ.આમ તો હું ન બોલું પણ અઠવાડિયા પહેલા મારી છોડી કમળા પર કપુરચંદે નજર બગાડી છે.’
‘મતલબ આ કપુરિયા એટલા નાણા ઓળવ્યા છે જેમાંથી દામનગરમાં બંગલો પણ બનાવ્યો છે એમને?’બાપુ ગુસ્સામાં ગર્જ્યા
*****
ઠાકોર સાહેબ તરત જ જીપ લઇને દામનગર જવા રવાના થયા અને દામનગર પોલીસ સ્ટેશન પરના ઇન્સપેકટર પાસે કપુરચંદ વિરૂધ પૈસાના ઘોટાળા બાબત,ધરમપુરના ખેડુતોને રંજાળવા બાબત અને તેમની સ્ત્રીઓના યૌન શોષણની ફરિયાદ નોંધાવી.તલકસીએ આપેલ સરનામે કપુરચંદના બંગલા પર રેડ પડી ત્યારે તે આરામથી બદામ ખાતા દારૂની ચુસકીઓ લઇ રહ્યો હતો.ઠાકોર અને પોલીસને જોઇ તેના મોતિયા મરી ગયા.થોડો ગેંગેં ફેં ફેં થયાપછી જ્યારે બાપુએ ખાતામાં ગોલમાલ કરી તે વિગતો પકડીને બતાવી ત્યારે દોડીને ઠાકોરના પગમાં પડી કહ્યું
‘હું ભટકી ગયો હતો બાપુ મને માફ કરો…માફ કરો’
‘દૂરથા હાળા નાલાયક ચોર..લંપટ..’ક્રોધથી કંપતા ઠાકોરે ત્રાડ પાડીને કપુરચંદને જોરથી લાત મારી ફંગોળ્યો.
પોલીસે બંગલામાં પાડેલી રેડમાં સર્ચ કરતા તિજોરીમાંથી પાંચ કરોડ રૂપિયા રોકડા અને દાગિના મળ્યા. કપુરચંદ અનેક ગુન્હા આચર્યા હોવાના આક્ષેપ સાથે ગુન્હો દાખલ કરીને બેડી પહેરાવી જેલના હવાલે કરવામાં આવ્યો.બીજા દિવસે છાપામાં આખું કૌભાંડ છપાયું તેની એક નકલ લઇ મંદીરાએ શિવાંગીને આપી. જે વાંચતા શિવાંગી હેબતાઇ ગઇ અને એક ટેક્ષી પકડી દામનગર આવી જેલમાં કપુરચંદને મળવા ગઇ એને જોઇને મગરના આંસુએ રડતા અને કાકલુદી કરતા કપુરચંદ કહ્યું
‘દીકરી મને ફસાવવામાં આવ્યો છે….’
‘ખબરદાર જો મને દીકરી કહી છે તો મારો બાપ તો આ કાળા કામો આચરતો થયો ત્યારે જ મરી ગયો હતો મજબુર તમારાથી નાની બાઇ વરણ ઉપર બળાત્કાર જેવા ગુના કર્યા પછી પણ તમે પોતાને નિર્દોષ કહો છો? તમે તો બાપના નામ પર મારે માથે કાળું કલંક છો…
“.હા..ક…થૂ’ કપુરચંદના ચહેરા પર થુકીને શિવાંગી જેલ બહાર જતી રહી.(સંપૂર્ણ)
Filed under: Stories |
Leave a Reply