કાળું કલંક (૨)

khuwo

 કાળુ કલંક(૨)

        (ગતાંકથી ચાલુ) બીજા દિવસે કામ અંગે કપુરચંદ દામનગર ગયો અને તલકસી ઓફિસનું કામ કરતો હતો.કપુરચંદ પીઠ પાછળ રાખતો એ ચોડાયેલો ઓશિકું થપથપાવી સરખું કરી ગોઠવતા ઓશિકું મુકવાના જગા તળે ગાદલા હેઠળ કશુંક છુપાવેલું છે એવું લાગતા ગાદલો ઉંચો કર્યો તો એક ડાયરી  હાથ લાગી. પાના ઉથલાવતા તલકસીની આંખ ખુલ્લી રહી ગઇ તેનો આશ્ચર્યથી મોઢા પર રહી ગયેલો હાથ જોઇ ત્યાં આવેલા ઠાકોર સાહેબે પુછ્યું

‘શું વાત છે તલકસી….?’ કહી તલકસીના હાથમાંથી ડાયરી લઇ લીધી પાના ફેરવતા એમને કંઇ સમજાયું નહી એટલે પુછ્યું

‘તલકસી શું છે આમાં એવું કે તને આશ્ચર્ય થયું?’

‘ઠાકોર સાહેબ આ બહુ મોટું કૌભાંડ છે પણ તે જાણવા હું આપને જણાવું એવા પગલા લેવા જોઇશે”

‘હા બોલ હું શું કરૂં…?’

તલકસીએ પ્લાન સમજાવ્યો અઠવાડિયા પછી એક સાંજે દામનગરથી આવેલા કપુરચંદને ઠાકોર સાહેબે બોલાવ્યો

‘હુકમ..બાપુ…’બહુ નમૃતાથી હાથ જોડી કપુરચંદે કહ્યું તો ઠાકોર સાહેબ મનોમન બોલ્યા માળા હાળા ગિલિન્ડર લુચ્ચા શિયાળ અભિનય તો સારો કરે છે.

‘કપુરચંદ આ દામનગર જઇએ છીએ ત્યારે હોટલમાં ઉતારામાં મને મજા નથી આવતી મને થાય છે કે,એક બંગલો દામનગરમાં ખરિદી લીધો હોય તો કેમ?’

‘વિચાર ખોટો નથી બાપુ…’

‘તો પછી કાલે જ ઉપડી જાવ દામનગર અને શોધ શરૂ કરો ભલે અઠવાડિયું રહેવાનું થાય પણ નક્કી કરીને આવજો…’

‘હુકમ બાપુ હું કાલે જ જાઉ છું અને આપના માટે બંગલાની શોધ કરૂં છું’

       એક અઠવાડિયું બાપુના ખર્ચે મોજ મજા અને વધારામાં પોતાનો દામનગરમાં આવેલ બંગલો બાપુને મ્હોં માગ્યા દામથી પધરાવી શકાશે એવા વિચાર ઘડતો કપુરચંદ પોતાના આસન પર આવ્યો પણ તલકસી પર પોતાની ખુશી જાહેર ન થઇ જાય તેથી મ્હોં ગંભીર કરી માથું ખંજવાળતો પોતાની બેઠક પર બેઠો તો…

‘શું થયું કેમ આમ મુંઝાયેલા લાગો છો સાહેબ?’મનમાં બધુ સમજતા તલકસીએ છતા પુછ્યું

‘આ દામનગર અને ધરમપુર વચ્ચે ધક્કા ખાતા થાકી જવાય છે હજી આજે જ દામનગર થી આવ્યો ને પા્છું કાલે જવાનું તે પણ જ્યાં સુધી કામ ન પતે ત્યાં સુધી ત્યાં રકાવાનું’નિસાસોનો અભિનય કરતા કપુરચંદે કહ્યું

‘એવું તે શું કામ પડ્યું હું કશી મદદ કરી શકું?’

‘ના આતો મારે જ પાર પાડવું પડશે’

‘પણ શું કંઇક સમજાય એવું કહોને..’તલકસીએ મમરો મુક્યો

‘આ બાપુને હવે હોટલમાં રહેવું નથી ગમતું એટલે દામનગરમાં તેમના માટે બંગલો શોધવાનો છે’

‘હં…હં…’

‘હું કાલે જ ફરી દામનગર જાઉ છું એકાદ અઠવાડિયું લાગશે તો તમે ઓફિસ સંભાળજો’કહી કપુરચંદ ઘેર ગયો અને પોતાના નવા પ્લાનના પ્યાદા ગોઠવવા લાગ્યો.

*****

Continue reading