ઉત્સવ

fatakada

‘ઉત્સવ’                   

                  તાપી શંકરના અવસાન બાદ સ્કૂલમાં ભણતા ગુણવંતે વર્નાક્યુલર પાસ કરી ને સરકારી હોસ્પિટલમાં કંપાઉન્ડર તરિકે જોડાયા હતા પણ વખત જતા થોડી ઘણી ઔષધો વિષે જાણકારને અંગ્રેજ સરકાર તરફથી આર.એમ.પી.(રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર)નું સર્ટિફિકેટ અપાતા હતા એ મળી ગયા બાદ ડ્યુટી અવર્સ પછી પોતાનું દવાખાનું ખોલતા અને પ્રેક્ટિશ જામી ગયા બાદ નોકરીમાંથી રાજીનામું આપી ફુલ ટાઇમ દવાખાનું ચાલુ કરી બે પાંદડે થયા.

          સારું કમાતા દીકરાના માંગા આવવા લાગ્યા અને સંતોકબાએ તેના દીકરાના લગ્ન સગુણા સાથે કરાવી આપ્યા.એ સુશીલ પુત્રવધુએ એક વરસ પછી સંતોકબાના ખોળામાં શશાંક નામનો રમકડો આપી દીધો. સતોકબા તો ખુબ ખુશ થયા અને એના લાલન પાલનમાં લાગી ગયા.શશાંક ખુબ જ હોશિયાર હતો પણ પોતાની વાત મનાવવા ઘણી વખત જીદ કરતો અને સંતોકબાના લાડથી તેને પ્રોત્સાહન મળતું. શશાંક પણ ભણી ગણીને પિતાની ઇચ્છા અનુસાર ડૉક્ટર થયો.

         સંતોકબાની ઇચ્છા મુજબ શશાંકના લગ્ન પ્રથા સાથે થયા અને સંતોકબા પ્રપોત્ર મોહિતનું મોઢું જોવા નશીબદાર થયા.આ તો વ્યાજનું વ્યાજ પણ એ રમકડાને રમાડવા જાજુ જીવ્યા નહીં અને સૌને રડતા મુકી સ્વર્ગે સિધાવ્યા.

                   મોહિત પણ પોતાના પિતા સમાન ભણવા હોશિયાર હતો પણ પિતાની જેમ પરંપરાગત ડૉકટર બનવાની તેને ઇચ્છા ન હતી અને તે આઇ.ટી.કન્સલટંટ થવા માંગતો હતો. શશાંકે જયારે મોહિતને ડૉકટર જ થવાનું દબાણ કર્યું ત્યારે મોટા બાપુ ગુણવંતે તેનો પક્ષ લેતા કહ્યું

‘રહેવા દે શશાંક જેને જે વિષયમાં રુચી હોય તેણે તે જ માર્ગ અપનાવવો જોઇએ.તેને તેના રસ્તે જવાદે’     

               મોહિત પોતાની ઇચ્છા અનુસાર આઇ.ટી.કન્સલટંટ થયો પણ ગુણવંત જોશી તેને એક સફળ ઓફિસર તરિકે જોવા જીવ્યા નહીં.એક મોટી કંપનીને કોમ્પ્યુટરાઇઝ કરવાનું કામ જયારે મોહિતની કંપનીને મળ્યું ત્યારે તે માટે મોહિતને મોકલવામાં આવ્યો.એ કંપનીનું ઇન્ટીયર ડેકોરીટિન્ગ કરતી સોફિયા સાથે મોહિતની ઓળખાણ થઇ.સાથી કામદારો સોંપેલા કામ કરતા હોય તે દરમ્યાન અવકાશના સમયમાં બંને કેન્ટિનમાં બેસી કોફી પીતા અને ગપસપ મારતા.આ મિટિન્ગો દરમ્યાન પ્રેમના અંકુર ફૂટયા અને બંને એ લગ્ન કરવાના એક બીજાને કોલ આપ્યા. મોહિત પિતા શશાંકનો જલદ સ્વભાવ જાણતો હતો એટલે તેણે પોતાના પ્રેમ પ્રકરણની વાત પોતાની મા પ્રથા અને દાદી સગુણાને કરી.

‘બેટા સોફિયા ક્રિશ્ચિયન છે મતલબ એ માંસાહારી હશે અને દીકરા મારા આપણે પુષ્કર્ણા બ્રાહ્મણ અને શુધ્ધ શાકાહારી આપણે માંસાહારીથી દશ ડગલા દૂર રહીયે તો સોફિયા સાથે તારા લગ્ન કેમ થાય?’સગુણાએ કહ્યું

‘દાદી સોફિયા ભલે ક્રિશ્ચિયન છે પણ એણે કદી માંસને તો દૂરની વાત છે ઇંડાને પણ હાથ નથી લગાડ્યો એ પણ આપણી જેમ શુધ્ધ શાકાહારી છે’મોહિતે સગુણાનો હાથ પકડીને કહ્યું

‘દીકરા મારા હું તારી વાતો પર તો વિશ્વાસ કરી લઉ પણ તારા પપ્પાને તો તું જાણે છે તેમની વાત તો બ્રહ્મ વાક્ય જનાર્દન હું તેમને સમજાવવાની કોશિશ કરીશ પણ તને કોઇ પણ વચન આપવા અસમર્થ છું’ભીની આંખે પ્રથાએ કહ્યું

        એક દિવસ જમ્યા બાદ સૌ બેઠા હતા ત્યારે મોહિતે સોફિયા સાથે લગ્ન કરવાની વાત ઘરમાં કરી.

‘ગામમાં બ્રાહ્મણની કન્યાઓ બધી મરી પરવારી છે? કે તું એક ક્રિશ્ચિયન છોકરીને પરણવા તૈયાર થયો છો’ શશાંકે ત્યારે મોટો હોબાળો કર્યો.

‘પપ્પા સોફિયા ભલે ક્રિશ્ચિયન છે પણ એણે કદી માંસને તો દૂરની વાત છે ઇંડાને પણ હાથ નથી લગાડ્યો એ પણ આપણી જેમ શુધ્ધ શાકાહારી છે’મોહિતે પ્રથા અને સગુણાને જે વાત કરી હતી તે દોહરાવતા કહ્યું.

‘એ જે હોય તે હું આ લગ્નની મંજુરી આપી મારા ઘરનો ધર્મ ભ્રસ્ટ કરવા નથી માંગતો એટલે તું ઓલી….શું નામ હા…સોફિયાને ભુલીજા’શશાંકે કરડાકીથી કહ્યું

‘હું સોફિયાને લગ્નનું વચન આપી ચુક્યો છું’શશાંકે દ્ર્ઢતા કહ્યું

‘એ વચન બચન ભુલીજા આમેય મેં તારા માટે કન્યા પસંદ કરી રાખી છે અને બે અઠવાડિયા પછી તારા લગ્ન સુપ્રિયા સાથે થવાના છે’શશાંકે કહ્યું

‘હું સુપ્રિયા સાથે લગ્ન કરી સોફિયા અને સુપ્રિયા બંનેના જીવનમાં આગ લગાડવા નથી માંગતો’મોહિતે દલીલ કરી.

‘તો તું શું કરવા માંગે છે?’શશાંક ગર્જ્યો

‘હું એક જ વાત જાણું છું મારા અને સોફિયાના લગ્ન’મોહિતે આંખો ઢાળી કહ્યું

‘તો મારો ફેસલો પણ સાંભળી લે જો તું સોફિયા સાથે લગ્ન કરીશ તો આ ઘરના દરવાજા તારા માટે હંમેશ માટે બંધ થઇ જશે’શશાંકે મ્હોં ફેરવી કહ્યું

‘અરે….આ શું કહો છો એકના એક દીકરાને ઘરમાંથી અલગ કરો છો?’પ્રથાએ ભીની આંખે કહ્યું

‘મને જે કહેવાનું હતું તે મેં કહી દીધું તું તો મારો સ્વભાવ જાણે છે….અને હા જો મોહિત પોતાની જીદ ન છોડે તો આ ઘરમાં તેનો પ્રવેશ તો દૂરની વાત છે તેના નામનો ઉલ્લેખ પણ નહી કરવાનો….’કહી શશાંક બેડરૂમમાં જતો હતો તેને સગુણાએ કહ્યું

‘શશાંક આ તારી ખોટી જીદ છે યાદ રાખજે દીકરા નમ્યા એ સૌને ગમ્યા ન નમ્યા એ તૂટી જાય છે’સગુણાએ દ્રઢ પણ ભીની આંખે કહ્યું (ક્રમશ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: