ઉત્સવ

fatakada

‘ઉત્સવ’                   

                  તાપી શંકરના અવસાન બાદ સ્કૂલમાં ભણતા ગુણવંતે વર્નાક્યુલર પાસ કરી ને સરકારી હોસ્પિટલમાં કંપાઉન્ડર તરિકે જોડાયા હતા પણ વખત જતા થોડી ઘણી ઔષધો વિષે જાણકારને અંગ્રેજ સરકાર તરફથી આર.એમ.પી.(રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર)નું સર્ટિફિકેટ અપાતા હતા એ મળી ગયા બાદ ડ્યુટી અવર્સ પછી પોતાનું દવાખાનું ખોલતા અને પ્રેક્ટિશ જામી ગયા બાદ નોકરીમાંથી રાજીનામું આપી ફુલ ટાઇમ દવાખાનું ચાલુ કરી બે પાંદડે થયા.

          સારું કમાતા દીકરાના માંગા આવવા લાગ્યા અને સંતોકબાએ તેના દીકરાના લગ્ન સગુણા સાથે કરાવી આપ્યા.એ સુશીલ પુત્રવધુએ એક વરસ પછી સંતોકબાના ખોળામાં શશાંક નામનો રમકડો આપી દીધો. સતોકબા તો ખુબ ખુશ થયા અને એના લાલન પાલનમાં લાગી ગયા.શશાંક ખુબ જ હોશિયાર હતો પણ પોતાની વાત મનાવવા ઘણી વખત જીદ કરતો અને સંતોકબાના લાડથી તેને પ્રોત્સાહન મળતું. શશાંક પણ ભણી ગણીને પિતાની ઇચ્છા અનુસાર ડૉક્ટર થયો.

         સંતોકબાની ઇચ્છા મુજબ શશાંકના લગ્ન પ્રથા સાથે થયા અને સંતોકબા પ્રપોત્ર મોહિતનું મોઢું જોવા નશીબદાર થયા.આ તો વ્યાજનું વ્યાજ પણ એ રમકડાને રમાડવા જાજુ જીવ્યા નહીં અને સૌને રડતા મુકી સ્વર્ગે સિધાવ્યા.

                   મોહિત પણ પોતાના પિતા સમાન ભણવા હોશિયાર હતો પણ પિતાની જેમ પરંપરાગત ડૉકટર બનવાની તેને ઇચ્છા ન હતી અને તે આઇ.ટી.કન્સલટંટ થવા માંગતો હતો. શશાંકે જયારે મોહિતને ડૉકટર જ થવાનું દબાણ કર્યું ત્યારે મોટા બાપુ ગુણવંતે તેનો પક્ષ લેતા કહ્યું

‘રહેવા દે શશાંક જેને જે વિષયમાં રુચી હોય તેણે તે જ માર્ગ અપનાવવો જોઇએ.તેને તેના રસ્તે જવાદે’     

               મોહિત પોતાની ઇચ્છા અનુસાર આઇ.ટી.કન્સલટંટ થયો પણ ગુણવંત જોશી તેને એક સફળ ઓફિસર તરિકે જોવા જીવ્યા નહીં.એક મોટી કંપનીને કોમ્પ્યુટરાઇઝ કરવાનું કામ જયારે મોહિતની કંપનીને મળ્યું ત્યારે તે માટે મોહિતને મોકલવામાં આવ્યો.એ કંપનીનું ઇન્ટીયર ડેકોરીટિન્ગ કરતી સોફિયા સાથે મોહિતની ઓળખાણ થઇ.સાથી કામદારો સોંપેલા કામ કરતા હોય તે દરમ્યાન અવકાશના સમયમાં બંને કેન્ટિનમાં બેસી કોફી પીતા અને ગપસપ મારતા.આ મિટિન્ગો દરમ્યાન પ્રેમના અંકુર ફૂટયા અને બંને એ લગ્ન કરવાના એક બીજાને કોલ આપ્યા. મોહિત પિતા શશાંકનો જલદ સ્વભાવ જાણતો હતો એટલે તેણે પોતાના પ્રેમ પ્રકરણની વાત પોતાની મા પ્રથા અને દાદી સગુણાને કરી.

Continue reading