આંખમાં આંખો પરોવી

LC

‘આંખમાં આંખો પરોવી’

આંખમાં આંખો પરોવીને કહો;

વાત સાચી હોય જે તેવી કહો

તું મને ચાહે અગર તો ના ચહે;

કાં રમી ચાલ્યા રમત એવી કહો

કેમ આ ભ્રમણા મહીં રાખ્યો મને;

શું હતી ઇચ્છા કરી એવી કહો

કાં મળો છો રોજ આવીને મને;

ચાહના શું ઉદ્‍ભવી એવી કહો

રોજની આ આંખ મિચોલી ના કરો;

વાત મોઢેથી મને એવી કહો

આ રમતનો અંત તો કરવો રહ્યો;

રીત કઇ અપનાવવી એવી કહો

છે રમત જુની ‘ધુફારી’ તો કહે;

છે પરસપર શી સમજ એવી કહો

૧૫-૧૨-૨૦૧૪

 

 

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: