‘કાંઇ તો કારણ હશે’
કાંઇ તો કારણ તણું કારણ હશે;
શોધ શો તો એ તણું તારણ હશે
પોપચાનો વાંક શાને કાઢતા;
એ પરે તો ઊંઘનું ભારણ હશે
લખલખું વ્યાપિ ગયું છે બદનમાં;
ભુતના ઓથારનું ડારણ હશે
વણકહી ને વણસહી હાલત થકી;
ચાલતું એ આંખનું ઝારણ હશે
ચિત્ત બની ચગડોળ સમ ફરતો રહે;
નેણ કો કાતિલ તણું હારણ હશે
હ્રદયમાં ઉદ્વેગનું ઘમસાણ છે;
મન બનીને દોડતું વારણ* હશે
કાવ્યનું કરતા પઠન જે ગાય તે;
છે ‘ધુફારી’ ભાટ ના ચારણ હશે
*વારણ=હાથી
૦૪-૦૩-૨૦૧૪
Filed under: Poem | Leave a comment »