દિલ તણી દિવાલ

wall

દિલ તણી દિવાલ

દિલ તણી દિવાલ સૌ ખરડાયલી છે એટલી;

હર છબી તરડાયલી મરડાયલી છે એટલી

સ્પર્શ કરતાં હર જગા લાગે બરડ બિહામણી;

દીસતી ચોપાસથી ઠરડાયલી છે એટલી

ચો તરફ ઉડી રહ્યા છે ચીંથરા ફાટી કરી;

મખમલી લિબાસ કો ચીરયલી છે એટલી

આંખમાં ઉડી પડે છે તણખલા છુંછા ભળી;

નીતરે છે આંખ પણ ભીંજાયલી છે એટલી

કાંચની કરચો સમી વેરાયલી દીસે બધે;

દુઃખ તણા ઓથારથી ટકરાયલી છે એટલી

આ બધું શા’ને થયું છે એજ સમજાતું નથી;

દિલ તણી કોમળ કળી કરમાયલી છે એટલી

વાત પુછી મેં ‘ધુ્ફારી’ને કહ્યું સમજાવવા;

કાં વિષય કે વાત કો’ ચર્ચાયલી છે એટલી

૨૭-૦૯-૨૦૧૪

 

 

 

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: