પ્રેમના નાટક

stage

પ્રેમના નાટક

પ્રેમના નાટક કદી કરતો નથી;

યા અભિનય પણ કદી કરતો નથી

પ્રેમ મનનો વહેમ છે લોકો કહે;

વાત કાનો પર કદી ધરતો નથી

પ્રેમમાં પાગલ બને લોકો ભલે;

હું બની પાગલ કદી ફરતો નથી

હાથ મુકી દિલ પરે લોકો ભરે;

આહ એવી હું કદી ભરતો નથી

ઝેર કેરા પારખા હોતા નથી;

પારખા એવા કદી કરતો નથી

પ્રેમ કરવા કો’ સખી તો જોઇએ;

હોય તો કહેતા કદી ડરતો નથી

છુ અવિચળ તો ‘ધુફારી’ સ્થાન પર;

એટલે ત્યાંથી કદી ખરતો નથી

૧૯-૦૯-૨૦૧૪

 

 

 

 

મળેલા રાખજો

LB 7

 

મળેલા રાખજો

પાંપણો એમ જ ઢળેલા રાખજો;

હોઠ પણ એમ જ મળેલા રાખજો

આંખમાં એવુ અજબ ખેંચાણ છે;

નેણથી નયનો મળેલા રાખજો

Continue reading

કાંઇ તો કારણ હશે

eye

‘કાંઇ તો કારણ હશે’

કાંઇ તો કારણ તણું કારણ હશે;

શોધ શો તો એ તણું તારણ હશે

પોપચાનો વાંક શાને કાઢતા;

એ પરે તો ઊંઘનું ભારણ હશે

લખલખું વ્યાપિ ગયું છે બદનમાં;

ભુતના ઓથારનું ડારણ હશે

વણકહી ને વણસહી હાલત થકી;

ચાલતું એ આંખનું ઝારણ હશે

ચિત્ત બની ચગડોળ સમ ફરતો રહે;

નેણ કો કાતિલ તણું હારણ હશે

હ્રદયમાં ઉદ્‍વેગનું ઘમસાણ છે;

મન બનીને દોડતું વારણ* હશે

કાવ્યનું કરતા પઠન જે ગાય તે;

છે ‘ધુફારી’ ભાટ ના ચારણ હશે

*વારણ=હાથી

૦૪-૦૩-૨૦૧૪

દિલ તણી દિવાલ

wall

દિલ તણી દિવાલ

દિલ તણી દિવાલ સૌ ખરડાયલી છે એટલી;

હર છબી તરડાયલી મરડાયલી છે એટલી

સ્પર્શ કરતાં હર જગા લાગે બરડ બિહામણી;

દીસતી ચોપાસથી ઠરડાયલી છે એટલી

Continue reading

જરા જોજે કદી

LB 5

જરા જોજે કદી

આંખની ખોલી અટારીને જરા જોજે કદી;

મન તણી ખોલી પટારીને જરા જોજે કદી

શું છે સારૂં શું નઠારૂં એ સમજવા માટે જરા;

ધ્યાનથી ખુબ જ વિચારીને જરા જોજે કદી

કલ્પનાની પાંખ પહેરી ઉડતા જાતા બધા;

એ વિચારોની સવારીને જરા જોજે કદી

સાજ કેરા સ્પંદનો ફેલાય જ્યારે ચોતરફ;

ધડકનો તેથી વધારીને જરા જોજે કદી

શું લખ્યું કાગળ પરે વંચાવવું કોને જઇ;

હાથ લાગ્યું શું ‘ધુફારી’ને જરા જોજે કદી

૨૯-૦૮-૨૦૧૪

 

2014 in review

The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

A San Francisco cable car holds 60 people. This blog was viewed about 2,400 times in 2014. If it were a cable car, it would take about 40 trips to carry that many people.

Click here to see the complete report.