આંખડી ટકરાય છે

LB

આંખડી ટકરાય છે

જો અનાયસ આંખડી ટકરાય છે;

લાગતું એ જોઇને કતરાય છે;

આવતા જાતા મળે છે રાહમાં;

ના મળે તો આંખડી પથરાય છે

રોજ મળવાની ઘણી છે લાલસા;

મન ઘણું મુંજાઇને કરમાય છે

આજ મળશે કે નામળે જાણું નહીં;

જો મળે તો આંખડી હરખાય છે

દિલ મહીં એના હશે શું ચાલતું;

આજ મળતા કેટલું શરમાય છે

સ્મિત એનું કેટલું સાચું હશે;

યા હ્રદય ખોટું મને ભરમાય છે

પ્રેમના હોતા નથી કંઇ પારખા;

શું ‘ધુફારી’ એટલે ખચકાય છે

૨૭-૦૯-૨૦૧૪