મરવું નથી
પ્રેમની વાતો કરી ફરવું નથી;
વાયદા મોટા કરી ફરવું નથી
ડૂબવામાં છે મજા એવી મને;
નેણમાં તારા રહી ખરવું નથી
ગાલ પરના તલ પરે કુરબાન હુ;
તલ પરેથી ના મને સરવું નથી
પ્રેમ તારો જીન્દગી મારી બની;
જીન્દગીના ઝેર પી મરવું નથી;
દિલ ‘ધુફારી’નું ઘણું મજબુત છે;
મોત છો સામે રહે ડરવું નથી
૨૭-૦૯-૨૦૧૪
Filed under: Poem |
Leave a Reply