અમે ચાલ્યા હતા

legs

 

‘અમે ચાલ્યા હતા’

હવાના બાચકા ભરવા અમે ચાલ્યા હતા;

કદમ આકાશમાં ધરવા અમે ચાલ્યા હતા.

લખેલા લેખ પર ના મેખ કો’ મારી શકે;

છતાં પણ મોત આંતરવા અમે ચાલ્યા હતા.

મલે છે ચોરને પણ મોર લોકો જાણતા;

હરખથી કાન કાતરવા અમે ચાલ્યા હતા.

સદા ખુશ્બુ મહેકતી હોય છે ફૂલો તણી;

બની ખુશ્બુ પસરવાને અમે ચાલ્યા હતા

શિલાજીત તો સદા પાષાણ ચીરીને ઝરે;

જીવન પાષાણથી ઝરવા અમે ચાલ્યા હતા.

ખરે છે પાંદડાઓ પાનખર બેસે બધાઃ

વગર કો પાનખર ખરવા અમે ચાલ્યા હતા.

ચમનમાં ફૂલ પર ઝાકળ તણી બુંદો હતી;

ઘડા ઝાકળ તણાં ભરવા અમે ચાલ્યા હતા.

પરિતાપો દઝાડે દેહને કારણ વગર;

હિમાલય કો મળે ઠરવા અમે ચાલ્યા હતા.

‘ધુફારી’એ લખી આપી ગઝલ કાગળ પરે;

પઠન એ મંચ પર કરવા અમે ચાલ્યા હતા.

૨૪-૦૪-૨૦૧૪

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: