મુક્તક (૯)
કોકિલા ગીતો મધુરા ગાય છે,
જો મધુકર સાંભળી હરખાય છે;
આ ‘ધુફારી’ રાત દી’ જોતો રહે,
ફૂલ ઊગડે મઘમઘે કરમાય છે.
-0-
શિલ્પ જુનામાં નવું કૈં કોતરી શકતા નથી,
રથ મહીં વૈશાખનંદન જોતરી શકતા નથી;
જાણતો એવું ‘ધુફારી’ ઇશને આધીન છે,
હસ્તરેખાને નવી કૈ ચીતરી શકતા નથી.
-0-
ભલે વેરાન વગાડો હોય પણ એમાં ચમન લાગે,
ધરા પર ફૂલની ચાદર કસુંબલ કો’ ગવન લાગે;
‘ધુફારી’ મગ્ન હો પોતા મહીં એવો સમય આવે,
અચાનક દ્વાર ખખડે ને કોઇનું આગમન લાગે.
૩૧-૧૨-૨૦૧૩
Filed under: Poem |
Leave a Reply