‘સા’થી મળી’

સખી

‘સા’થી મળી’

જે જગાએ તું હતી મુજને મળી;

એ જગાએ આંખથી આંખો લડી

પ્રેમ કેરી કો લત્તા પલ્વિત થઇ;

ઉગતા અંકુરની ખીલી કળી

એ કળીની ફોરતી ફોરમ તણી;

એ ખબર ફેલાઇ ભમરાને મળી

નર ભમરની આંખમાં ઉત્સુકતા;

જોઇ તારા નેણની પાંપણ ઢળી

કેટલા ઘાયલ થયા નિરાશ પણ;

કેટલા હૈયા મહીં ખાલી ચડી

એક બીજાને મળી પુછી રહ્યા;

કેમ ના એ કોઇના હાથે ચડી

એજ સમજાતું નથી સૌ લોકને;

તું ‘ધુફારી’ને ભલા સા’થી મળી

૨૫-૦૯-૨૦૧૪

 

 

 

મુક્તક (૯)

Pearls A

મુક્તક (૯)

કોકિલા ગીતો મધુરા ગાય છે,

જો મધુકર સાંભળી હરખાય છે;

આ ‘ધુફારી’ રાત દી’ જોતો રહે,

ફૂલ ઊગડે મઘમઘે કરમાય છે.    

-0-

શિલ્પ જુનામાં નવું કૈં કોતરી શકતા નથી,

રથ મહીં વૈશાખનંદન જોતરી શકતા નથી;

જાણતો એવું ‘ધુફારી’ ઇશને આધીન છે,

હસ્તરેખાને નવી કૈ ચીતરી શકતા નથી.

-0-

ભલે વેરાન વગાડો હોય પણ એમાં ચમન લાગે,

ધરા પર ફૂલની ચાદર કસુંબલ કો’ ગવન લાગે;

‘ધુફારી’ મગ્ન હો પોતા મહીં એવો સમય આવે,

અચાનક દ્વાર ખખડે ને કોઇનું આગમન લાગે.

૩૧-૧૨-૨૦૧૩

એ વલખતી’તી

Nirash

 

એ વલખતી’તી

એ હતી ગમગીન બેચેની છલકતી’તી

એ હતી નિરાશ નિરાશા ટપકતી’તી

ગરમ ભરતી’તી નિસાસા એ થયા ભેગા;

આગ જાણે ઉદ્‍ભવી એથી સળગતી’તી

જેટલા અરમાન જોયા તે થયા પથ્થર;

મીણ સમ ચોપાસથી જાણે પિગળતી’તી

પીગળી જાતા બધે પથરાઇ ગઇ એવી;

કાંચની તૂટી કરચ લોહી નિગળતી’તી

આંખ ભીની થઇ ગઇ જોયું ‘ધુફારી’એ;

પામવાને પ્રેમ કોનો એ વલખતી’તી

૦૬-૦૯-૨૦૧૪