શું કરશો?

22

 

શું કરશો?

પ્રારંભનો આરંભ શોધી ને શું કરશો?

આરંભ કેરો અંત શોધી ને શું કરશો?

આરંભ ને પણ અંત કહેતા હોય છે લોકો

એ લોકથી વિવાદ છેડી ને શું કરશો?

અર્ધા ભરેલા પાત્ર સમ આ દાખલો છે

એવા ગણા છે દાખલા આપી શું કરશો?

આકાશ સાથે કયાં ધરા મળતી ન જાણી

ભ્રમણ કક્ષા છે ગહન અટવાઇ શું કરશો?

ક્યાં રાત ને દિવસ કદી મળતા ન જાણ્યા

રેખાંશ ને અક્ષાશ પર શોધી ને શું કરશો?

ના માંડવા છે દાખલાઓ પણ ગણિતના

ક્યાંથી શરૂ થઇ ત્રિજયા શોધીને શું કરશો?

આવા વિવાદો છે ઘણા આખા જગતમાં

એમાં ‘ધુફારી’ ના પડે સમજી શું કરશો?

૧૩-૦૪-૨૦૧૪