મુક્તકો

Pearls A

 

મુક્તકો

ગમો ઘેરી વળે ત્યારે બધું ગમગીન લાગે છે,

છલોછલ હો ભરેલા સૌ રસો રસહીન લાગે છે;

‘ધુફારી’ની કલમથી જે લખાયું એ જ વંચાયું,

જવાની હોય તો આદમ બધુ રંગીન લાગે છે.

૩૦-૧૨-૨૦૧૩

સુર મધુરા શુન્યથી સર્જાય છે,

એ ગીત આ પથ્થરો કાં ગાય છે;

આભની પાટી પર ‘ધુફારી’શું લખે?

ના લખેલા શબ્દ પણ પડઘાય છે

૨૧-૧૨-૨૦૧૩

રવિ આથમે ને સંધ્યા રેલાય કે રામ તમે આવો ને

મઢી મારીના દિવડા વિલાય કે રામ તમે આવો ને;

નહીં સબરી ‘ધુફારી’થી થવાય કે રામ તમે આવો ને,

મારી પાટીના અક્ષર ભૂંસાય કે રામ તમે આવો ને.