તપસ્યા

POOJA

‘તપસ્યા’

         તે દિવસ રિપબ્લિક-ડેનો હતો.નગરપલિકા તરફથી આનંદમેળાનું આયોજન કરવામાં આવેલું હતું.મેળામાં જુદી જુદી જાતના સ્ટોલ હતા.તેના તરફ નજર કરતી બે સખીઓ મનોરમા અને અનુપમા ફરી રહી હતી.

                                 આ એજ સખીઓ હતી જેમની દોસ્તી કોલેજકાળમાં થઇ હતી જયારે બંનેએ પરસપર પોતાની ઋચીની આપલ-લે કરી ત્યારે ખબર પડી કે બંનેને નૃત્યમાં રસ હતો.ત્યાર બાદ મનોરમાના લેપટોપમાંની નૃત્યની વીડિયો ક્લિપ પર બંને અવારનવાર નૃત્ય કરતી થઇ ગઇ.

                     આંતરકોલેજ નૃત્યનાટિકામાં બંનેએ ભાગ લેવાનું નક્કી કર્યું અને અભિજ્ઞાન શાંકુતલની તેમણે રજુઆત કરી તેને એટલો આવકાર મળ્યો કે,તેમની નાટિકા શ્રેષ્ઠ સાબિત થઇ તેના લીધે વલ્લભદાસ કોલેજને ગોલ્ડ મેડલ એનાયત થયું. ત્યારથી બંનેની મૈત્રી ઘાઢ થઇ ગઇ જાણે એક બીજાની પુરક હોય.       

          મનોરમાના પિતાનું હાર્ટઅટેકમાં અવસાન થયા બાદ કેન્સર અને સુહાગ ખોયાના વિયોગથી પિડાતી એની મા જાજુ જીવી નહી અને ત્રણ વરસની મનોરમાને ભાઇ રસિકના હવાલે સોંપી સ્વર્ગે સિધાવી. નિસંતાન મામા રસિકલાલ અને મામી સૌદામિનીએ એને પોતાની સગી દીકરી જેટલો પ્રેમ આપ્યો અને એની સારી રીતે ઉછેર કરી એટલે ઘણા એમજ સમજતા કે મનોરમા તેમની જ દીકરી છે 

            રસિકલાલના અંગત મિત્ર નકુલરાયનો ભત્રિજો ઘરના સારા સબંધને લીધે અવાર નવાર રસિકલાલના ઘેર આવતો અને મનોરમાને રમાડતો.

‘બોલ મનુ અમે તો ગાંડા છિએ’

‘બોલ મનુ અમારામાં તો અક્કલ નથી’

           મનોરમા પણ પોપટની જેમ બોલતી એ જોઇને ઘણી વખત સૌદામિની કહેતી’અલ્યા મુકુંદ આ શું શિખવાડે છે?’

         મુકુંદ સી.એ. થયો અને મનોરમા શાળાએ જવા લાગી. મનોરમાના મામાનો ઇમ્પોર્ટ-એક્ષ્પોર્ટનો ધંધો હતો તેમાં ક્યારે ગુચવણ ઊભી થતી તો મુકુંદને સલાહ લેવા બોલાવતા કારણકે, તેને એમાં સારી ફાવટ હતી.મુકુંદે આ પહેલા કેટલાએ ધંધા કરી જોયા અને પૈસા પણ સારા મળ્યા પણ ચેન ન મળતા છોડી દીધા.આખર કાકાના શેરબજારના ધંધામાં એ ઠરી ઠામ થયો જોકે તેના ભેજાની રમત પર જ તેના કાકા બે પાંદડે થયા હતા.મુકુંદ ખાલી દેખાવડો જ ન હતો પણ તેના અંગત જીવનમાં પેઇટિન્ગ,રાઇટિન્ગ અને પોએટ્રીનો શોખ હતો પણ તેણે ક્યારે આ વાત જાહેરમાં આવવા ન દીધી

       કોલેજ પુરી થતા મનોરમાના લગ્નની વાતો થવા લાગી. એવું તો હતું નહીં કે મનોરમા કોઇના પ્રેમમાં હતી.કદાચ હોત તો મામા મામી એને એના પ્રેમી સાથે પરણાવી આપત પણ એવું તો કશું હતું નહીં, હવે તો તેઓ જે નક્કી કરે  પરણવાનું હતું..જેમ જેમ દિવસ પસાર થતા હતા મનોરમા દિવસા દિવસ ઉદાસ થતી જતી હતી એ વિચારે કે, કોણ જાણે એનો ભાવી પતિ કેવો હશે?.

        સગપણ નક્કી થયું ત્યારે  એક નાનો એવો સમારંભ થયો જેમાં નજીકના સગા અને અંગત  હાજરીમાં સુધાકરે મનોરમાને રિન્ગ પહેરાવવા આગળ આવ્યો ત્યારે મનોરમાએ તેને જોતા એની આંખમાં અજબ ચમક આવી ગઇ.

       સગપણ થયા પછી એક દિવસ કશે પણ એકલી ન જતી મનોરમાએ અનુપમાને મારે એક અગત્યનું કામ છે કહી તેનો સંગાથ ટાળેલો.અનુપમા ઉત્સુકતા વસ એના પાછળ ગઇ ત્યારે એક ઘટાદાર આસોપાલવના વૃક્ષ નીચે એક વિષકન્યા સમી એક વેશ્યા સાથે મનોરમા કશા ખાનગી પ્રશ્નની છણાવટ કરતી હતી.અનુપમાને પોતાની અંગત સખી પર આ જોઇને એના ચરિત્ર પર શંકા ઉપજી.મનમાં કઇક જાતનું ઘમાસાણ થયું પણ આત્મા સહમત નહોતો થતો.   

       બીજા દિવસે જયારે અનુપમાએ પેલા પાર્કવાળા પ્રસંગનો ઉલ્લેખ કર્યો ત્યારે મનોરમા તેના સામે જોવા લાગી જાણે એની આંખો વાંચતી હોય અને હસીને વાત ટાળી પણ જયારે અનુપમાએ સખીપણાના સોગંદ આપ્યા ત્યારે એણે કહ્યું કે,‘સમય આવશે ત્યારે જીવીશ તો તને સવિસ્તાર બધી વાત કરીશ નહીંતર મારી અંગત ડાયરી તને બધુ કહેશે કે આ બધું શું છે.મહેરબાની કરીને એટલું કરજે સખી મારા માટે કોઇપણ અઘટિત મંતવ્ય ન બાંધતી.તું જે જુવે છે એ સત્ય છે પણ વસ્તુસ્થિતી તદ્‍ન અલગ છે એટલું તારી અધિરતા ખાતર કહી દઉ છું.’

       ત્યાર બાદ પેલી વિષકન્યા પ્રાઇવેટમાં મનોરમા સાથે વધુ દેખાવા અને એ જળકમળવત્‍ થઇ ગઇ અને સુધાકર પેલી વિષકન્યાના કામણનો શિકાર થઇ ગયો.થોડા જ સમય બાદ મનોરમાના લગ્ન થયા ત્યારે ઇચ્છાવર મળ્યો હોય એટલી ખુશખુશાલ એ દેખાઇ.

                લગ્ન પછી ત્રીજા દિવસે મનોરમા અને અનુપમા અગાસીમાં બેસી ગપ્પા મારતી હતી ત્યારે મનોરમા વારંવાર આકાશ તરફ જોતી હતી એ જોઇ અનુપમાએ પ્રશ્નાર્થ એના સામે જોયું ત્યારે મલકીને મનોરમાએ  કહ્યું

‘આજે પ્લેનથી કોઇ આવનાર છે તેના પ્લેનની રાહ જોઉ છું’

         સારો એવો સમય પસાર થતા કંટાળીને મનોરમાએ ટ્રાન્સિસ્ટર ઓન કર્યો અને વિવિધ ભારતીના બદલે સમાચાર મુકાઇ ગયા અને બીજી જ પળે સમાચાર પ્રસારિત થયા કે લંડનથી મુંબઇ આવનાર પ્લેનને અકસ્માત નડયો છે.ઉતારૂ પુરા ઓળખી શકાયા નથી અને છ લાશનો પત્તો નથી.આ સાંભળી મનોરમા તરત જ આગાસીમાંથી નીચે આવી બાથરૂમમાં ગઇ અને એક રેશમી કપડામાં વિટેલી ડાયરી કશા પણ મનોભાવ વ્યક્ત કર્યા વગર અનુપમાને આપતા ત્રુટક ત્રુટક શબ્દોમાં કહ્યું

‘અનુ….તને બ…બધુ કહી….દે…દેવાનો સમય પા….પાકી ગયો છે પણ….સ્વ…સ્વમુખે કહે…કહેવા જેટલો સ…સ…સમય મારી પાસે નથી’અને એ ખુરશી પર ફસડાઇ પડી અને ડચકા ખાવા લાગી.

એના અંગ કઢંગા થવા લાગ્યા એ જોઇ અનુપમા દોડતી નીચે જઇ મામા મામીને બોલાવી લાવી. અનુપમાએ એમ્બ્યુલન્સ મંગાવી અને મનોરમાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી.પોલીસ કેસ થયો ડોકટરે શબ પરિક્ષા કરતા ખબર પડીકે મનોરમાએ સાઇનાઇડ ખાધુ હતું શબ પરિક્ષા દરમ્યાન મનોરમાની બંધ મુઠીમાંથી એક નોટ મળી

મેં મારી મરજીથી જીવન ટુંકાવ્યું છે મારા મૃત્યુ માટે કોઇ જવાબદાર નથી એટલે કોઇને પરેશાન કરવા-મનોરમા

           મનોરમાના દેહને અગ્નિસંસ્કાર થઇ ગયા બાદ ભારે હ્રદયે અનુપમા ઘેર આવી.બાથરૂમમાં જઇ મનોરમાનું મરણ સ્નાન કરી પોતાના રૂમમાં જતી રહી અને બારણા વાંસી સ્ટોપર મારી.બહારથી એની મમ્મીનો સાદ સંભળાયો અનુ….અનુ પણ એણે જવાબ ન આપ્યો કેટલી વાર સુધી બંને સખીનો નૃત્ય નાટિકા વખતે લીધેલો ફોટોગ્રાફને જોતી એ રડતી રહી..પાણી પી સ્વસ્થ થઇને મનોરમાએ આપેલ ડાયરી ઉપાડી અને જયાં થ્રેડ મુકેલ હતું ત્યાંથી ખોલીને વાંચવા લાગી……

        હું મુકુંદને બાળપણથી જાણતી હતી.મેં સાંભળ્યું હતું કે આફ્રિકાથી હવાબદલ માટે આવેલ કોઇ મોહિની નામની  યુવતી સાથે મુકુંદને પ્રેમ થયેલો.મોહિની ખરેખર તો નામ પ્રમાણે જ નિવડી મુકુંદને મોહિની લગાડી પોતાનો દિવાનો બનાવી ને જતી રહી.ત્યાર બાદ ન તો એના સમાચાર મળ્યા કે નતો કશો પત્તો લાગ્યો.

       સમય સરવા લાગ્યો અને એક રોહિણી નામની યુવતીએ મુકુંદના જીવનમાં પ્રવેશ કર્યો જે લીવ-ઇન-રિલેશનથી મુકુંદના સાથે રહેતા પ્રેમના પદાર્થપાઠ ભણાવવા લાગી.એ મુકુંદને એક જ વાત કરતી હતી હું તારાથી એક બાળક માંગુ છું અને એ સમય આવશે ત્યારે હું તારાથી દૂર જતી રહીશ.મુકુંદથી છાનું તે પ્રેગનેન્સી કીટ વાપરતી હતી અને જેવો રિઝલ્ટ પોઝિટીવ આવે  એ ગર્ભ રોકવા ગોળી ખાઇ લેતી પણ આ નાટક વધુ સમય ચાલ્યું નહીં અને એક અક્સ્માતમાં એ મૃત્યુ પામી.રોહિણીના કબાટમાંથી મુકુંદના હાથમાં પેલી કિટ અને ગોળિયો હાથ આવી ત્યારે મુકુંદને ખ્યાલ આવ્યો કે,રોહિણી તેને રમાડતી હતી પણ આ બનાવ પછી મુકુંદને ઔરત જાત પ્રત્યે નફરત થઇ ગઇ.

             આ પ્રસંગ બન્યા પછી કાકાથી અલગ ફ્લેટમાં રહેતા મુકુંદને ત્યાં મિત્રો મુશાયરા કરતા અને શરાબની છોડો ઉડતી તેમાં એ દારૂની લતે ચઢી ગયો.મુશાયરો હોય કે ન હોય પણ બે ચાર મિત્રો સાંજ પડે તેના ત્યાં ધામા નાખતા અને તે ખુબ પીતો અને મન ફાવે ત્યાં રખડતો.    

        મારા સ્વીટ સિક્ષ્ટીન બર્થ-ડેની મામાએ એક સરસ પાર્ટીનું આયોજન કરેલું.મિત્રો સાથે વાતમાં એક સૂર સંભળાયો કે મનોરમા લગ્ન લાયક થઇ ગઇ તેમાં મુકુંદે હા માં હા કરી ત્યારે મેં કહેલું કે,ના હો પહેલા તમારા લગ્ન થશે પછી મારા સાંભળી મુકુંદે એ વાત હસીને ટાળી દિધેલી પણ તેની આંખોમાં

એક ન સમજાતી નિરાસા લિપાયેલી જોઇ મને તેનું કારણ જાણવા જીજ્ઞાષા થઇ અને હું મુકુંદના જીવનમાં ઊંડો લેતી થઇ અને તેના ભુતકાળ ફંફોસતા મુકુંદના મિત્રો પાસેથી બધુ જાણ્યા બાદ હું એ મતવ્ય પર આવી કે ગમે તે ભોગે આ માણસને સુખી કરીશ અને તેના મગજમાં ઔરત જાત પ્રત્યેની નફરત હું દૂર કરીશ.તેના સાથે મારા લગ્ન તો શક્ય ન હતા તેના બે કારણ હતા એક તો જ્ઞાતી ભેદ અને મોટી વાત ઉમરનો તફાવત.મારા લગ્નની વાતો ચાલતી હતી ત્યારે મને એક જ વિચાર સતાવતો હતો કે શું કરૂં?

      એક દિવસ મને મારી જુની સખીએ સમાચાર આપ્યા કે,જેના સાથે મારા લગ્નની વાતો ચાલે છે એ સુધાકરનું ચક્કર સોના સાથે છે અને મોટી વાત ભાઇ માણસમાં નથી.મને એક વિચાર આવ્યો કે,મારો માર્ગ સાવ સરળ છે એટલે જ મેં મામા મામીનો પ્રસ્તાવ વગર આનાકાનીએ સ્વિકારી લીધો.હવે તેને સોનાવાળી વાતથી દાબમાં રાખી શકાશે અને મારૂં અંગ તો એ અભડાવી શકે એમ નથી તેથી મેં સોનાને લાંચ આપી પોતાનો અંકુશ મજબુત બનાવવા કહ્યું જેથી અંતકાળ સુધી તે એમાંથી છુટી શકે નહી.લગ્ન બાદ સુધાકર માણસમાં નથી એ દાવે હું છુટાછેડા લઈ અલગ થઇ જઇશ અને મુકુંદના જીવનમાં પ્રવેશ કરીશ.તે મારાથી ઘૃણા ન કરી શકે કારણ કે, તે મને બાળપણથી ઓળખે છે એ દોસ્તી કે સ્નેહના સબંધને પ્રેમમાં ફેરવી તેને મારા સ્ત્રીત્વના દર્શન કરાવી તેનું વેરાન જીવન હરિયાળુ બનાવી દઇશ.આવતી કાલે આવનાર છે મારી એકલીનો મુકુંદરાય…..અને અનુપમાએ આંસુની બે ધારથી અભિષેક આપી ડાયરી બંધ કરી.

                  અનુપમાને હવે સમજાયું કે,મનોરમાએ ગરીબ ગાય જેમ તેના મામા મામીની ઇચ્છા મુજબ કોઇપણ આનાકાની વગર લગ્ન શા માટે કરી લીધા.પેલી વિષકન્યાને એ શા માટે મળતી હતી.મનોરમા તપસ્યા ફળી નહીં અને પૂજા અધુરી રહી ગઇ. આ બનાવ એને વધુ યાદ આવી વધુ સતાવે નહીં અને પોતાના સોનેરી સપના યાદ આવે ત્યારે એને રડાવી ન દે કદાચ આગળ જતા અને ક્યારેક અસામાન્ય સંજોગોમાં પોતાનો ભેદ ખુલી ન જાય અને સમાજની દ્ર્ષ્ટિમાં એક ગુન્હેગાર સાબિત ન થવું પડે તે માટે પોતાના જીવનનો અંત આણવાનું આ પગલું એણે ભર્યું (સંપૂર્ણ)

      

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: