મુક્તકો
ઊંઘના જ સમયે કાં મેઘધનુષ રચાય છે,
વિચારોના વમળ પણ તે પછી સર્જાય છે
‘ધુફારી’ કસમય પણ કેમ ઊઘી જાય છે
એકાંત ખંડમાંય ક્યાં આંખો મીચાય છે
૨૯-૧૨-૨૦૧૨
મને મલકી મલે છે તું છતાં પણ રોજ પુછું છું,
સખી તું કેમ છે એવા સવાલો હું રોજ પુછું છું;
‘ધુફારી’ને ગમે છે ગાલ લીસ્સાથી થતા સ્પંદન,
તમે રડતા નથી તો પણ તમારી આંખ લૂછું છું
૩૦-૧૨-૨૦૧૨
ઝુમર જાજમ બારીએ પરદો લિસ્સો હોય છે,
ફૂલ બૂટાની કમાનો પલંગ અરિસો હોય છે;
આ બધુ ના હોય તો પણ ‘ધુફારી’ બેસે સદા,
ઘરનો સૌથી વધુ સુશોભિત હિસ્સો હોય છે
૩૧-૧૨-૨૦૧૨
Filed under: Poem | Leave a comment »