‘નંદરાજાના છૈયા’
(રાગઃચલત મુસાફિર મોહ લીયા રે……)
જયારે તું વાંસળી વગાડે રે નંદરાજાનો છૈયા(૪)
ગામ ગોકુળનીગાયો મોહાઇ (૨)
હો… કાના
ગામ ગોકળની ગાયો મોહાઇ
અરે!!!
ભાંભરતી સૌ દોડે રે નંદરાજા નો છૈયા (૨)…જયારે
એ…એહે….એ…એહે……હે….કાના
જમુના ઘાટે પનિહારી મોહાઇ(૨)
આહા!!!
જમના ઘાટે પનિહારી મોહાઇ
અરે!!!
બેડલા મેલી ને દોડે રે નંદરાજા નો છૈયા (૨)…જયારે
મથુરાની વાટે મહિયારી મોહાઇ(૨)
હો… કાના
મથુરાની વાટે મહિયારી મોહાઇ
અરે!!!
મહિડા મેલી ને દોડે ર નંદ રાજાનો છૈયા (૨)…જયારે
બાલ ગોપલ ને ગોપી મોહાઇ(૨)
હો…કાના
બાલ ગોપાલ ને ગોપી મોહાઇ
એતો!!!
રાસ રચાવા દોડે રે નંદ રાજાના છૈયો (૨)…જયારે
રિસેલી રાધા રાણી મોહાઇ(૨)
હો…રાધા
રિસેલી રાધા રાણી મોહાઇ
પ્રેમે!!!
પ્રભુને મળવા દોડે રે નંદ રાજાનો છૈયા (૨)…જયારે
જયારે તું વાંસળી વગાડે રે નંદરાજાનો છૈયા(૩)
૩૧-૦૧-૨૦૧૪
Filed under: Poem |
Leave a Reply